Advertisement
Author: નોબત સમાચાર

હાપાના જલારામ મંદિરમાં રેશનકાર્ડ ધારકો માટે ઈ-કેવાયસી કેમ્પ યોજાશે

જલારામ ભકતોના લાભાર્થે આયોજનઃ

જામનગર તા. ૩૦: જામનગર શહેરમાં વસવાટ કરતાં જલારામ ભકતો માટે જલારામ મંદિર હાપા દ્વારા રેશનકાર્ડ ધારકો માટે ઈ-કેવાયસી કેમ્પનું આયોજન કરવામાં આવ્યું છે.

હાલ સરકારની ગાઈડલાઈન મુજબ તમામ રેશનકાર્ડ ધારકોએ પોતાના ઈ-કેવાયસી અપડેટ માટે કામગીરી કરવાની થતી હોય જેના અનુસંધાને જલારામ મંદિર હાપા દ્વારા જામનગર શહેરમાં વસવાટ કરતાં તમામ જલારામ ભકતો માટે (દર રવિવારે) તા. ૧-૧૨-૨૦૨૪ને સાંજે ૫-૦૦ થી ૭-૦૦ વાગ્યા સુધી હાપામાં જલારામ મંદિરમાં આ કેમ્પનું આયોજન કરવામાં આવ્યું છે જેમાં સર્વે જલારામ ભકતોને લાભ લેવા જલારામ મંદિર હાપાના પ્રમુખ રમેશભાઈ દત્તાણીએ જણાવ્યું છે.

આ કેમ્પની વધુ માહિતી માટે ભાવેશભાઈ દતાણી, મો. ૯૪૨૭૨ ૭૫૮૮૮ તથા વિજયભાઈ કોટક, મો. ૯૮૯૮૬ ૬૩૦૮૦ તથા પાર્થ એમ. નથવાણી (મો. ૮૮૬૬૨ ૨૩૦૨૩) નો સંપર્ક કરવો.

 

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag

 

વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

https://youtube.com/@Nobatofficial



Advertisement

અન્ય સમાચારો

Advertisement
close
Ank Bandh