Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
જામનગર તા. ૩૦: જામનગર તાલુકાના જગા ગામમાં આવેલા રામાપીરના મંદિરમાં ગુરૂવારની રાત્રિથી શુક્રવારની સવાર સુધીમાં ઘૂસી ગયેલા કોઇ તસ્કરે અંદરથી ચાંદીના પગલાં તેમજ ચાંદીના બે છત્તર મળી રૂા.૩૦ હજારની મત્તાની ચોરી કરી લીધી છે. પોલીસે ગુન્હો નોંધી તસ્કરના સગડ દબાવ્યા છે. જામનગર-કાલાવડ માર્ગ પર આવેલા જગા ગામમાં રામાપીરના મંદિરમાં ગુરૂવારની સાંજથી શુક્રવારની સવાર સુધીમાં તસ્કર ઘૂસી ગયા હતા. તસ્કરોએ મંદિરમાં રાખવામાં આવેલા ચાંદીના બે છત્તર તેમજ ચાંદીના બે પગલાં મળી કુલ રૂા.૩૦ હજારની મત્તા ચોરી કરી લીધી હતી. ચોરીની બીજા દિવસે સવારે જાણ થતાં જગા ગામના રમેશ નાથાભાઈ મોલીયાએ પોલીસમાં ફરિયાદ નોંધાવી છે. પંચકોશી એ ડિવિઝન પોલીસે બીએનએસ કલમ ૩૦૫ (૧), ૩૩૧ (ર) હેઠળ ગુન્હો નોંધી તપાસ શરૂ કરી છે.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial