Advertisement
Author: નોબત સમાચાર

વિહિપના નેતા પર હુમલાના કેસમાં એક આરોપીની થઈ જામીન પર મુક્તિ

બાઈક અથડાવી મંગાયા હતા રૂા.૨૦ હજારઃ

જામનગર તા. ૩૦: કાલાવડમાં બાઈક અથડાયા પછી વિશ્વ હિન્દુ પરિષદના અગ્રણી તથા તેમના ભાઈ પર હુમલો કરી રોકડની લૂંટ ચલાવવાનો ગુન્હો નોંધાયો હતો. તેમાંના એક આરોપીએ જામીન પર છૂટવા કરેલી અરજી અદાલતે મંજૂર રાખી છે.

કાલાવડ વિશ્વ હિન્દુ પરિષદના નેતા રમેશભાઈ કરશનભાઈ દોંગાના ભાઈ પોતાના બાઈક પર વાડીએ જતા હતા ત્યારે માર્ગમાં અફઝલ કાદરી નામના શખ્સના બાઈક સાથે અકસ્માત થઈ ગયો હતો. તે પછી અફઝલે નુકસાનીના રૂા.૨૦ હજાર માંગ્યા હતા.

તે રકમ ન આપી કરશન ભાઈ તથા તેમના ભાઈ પોલીસ ફરિયાદ કરવા જતા હતા ત્યારે માર્ગમાં રોકી અફઝલ તથા અન્ય શખ્સોએ ઝપાઝપી કર્યા પછી રૂા.અઢી કે ત્રણ હજાર ખિસ્સામાંથી લૂંટી લીધાની પોલીસમાં ફરિયાદ કરાઈ હતી.

પોલીસે ગુન્હો નોંધી આરોપીઓની ધરપકડ કરી હતી. આરોપી પૈકીના નુરમિંયા મહંમદમિંયા કાદરીએ જામીન મુક્ત થવા અરજી કરતા અદાલતે તેને જામીન પર છોડવાનો હુકમ કર્યાે છે. આરોપી તરફથી વકીલ કેતન આશર, સાજીદ બ્લોચ, ભરત સિંહ જાડેજા, ચેતન રાઠોડ, હાર્દિક ચાવડા રોકાયા છે.

 

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag

 

વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

https://youtube.com/@Nobatofficial



Advertisement

અન્ય સમાચારો

Advertisement
close
Ank Bandh