Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
તામિલનાડુમાં ચક્રવાતી 'ફેંગલ'નો ખતરોઃ
નવી દિલ્હી તા. ૩૦: ભારતીય હવામાન વિભાગ (આઈએમડી)એ ચક્રવાત ફેંગલના કારણે તામિલનાડુના ઘણા ભાગોમાં ભારે વરસાદને કારણે તમામ શાળાઓમાં રજા જાહેર કરવામાં આવી છે. પુડુચેરી અને કરાઈકલમાં પણ આગામી બે દિવસ તમામ શાળા-કોલેજો બંધ રાખવા નિર્ણય લેવાયો છે.
તામિલનાડુ સરકારે ચેન્નાઈ, તિરૂવલ્લુર, કાંચીપુરમ અને ચેંગલપટ્ટ જિલ્લામાં શાળાઓ અને કોલેજો બંધ રાખવાની જાહેરાત કરી છે. વિદ્યાર્થીઓ માટે કોઈ વિશેષ વર્ગ કે પરીક્ષાઓ લેવામાં નહીં આવે તેવો નિર્દેશ પણ આપવામાં આવ્યો છે. અન્ય જિલ્લાઓમાં કે જેના માટે ભારેવરસાદની ચેતવણી જાહેર કરવામાં આવી છે. જિલ્લા કલેટરને હાલની પરિસ્થિતિ મુજબ શાળા, કોલેજોમાં રજા જાહેર કરવા અંગે નિર્ણય લેવા જણાવાયું છે. તામિલનાડુમાં ચક્રવાતના ભય વચ્ચે, ઈન્ડિગો એરલાઈન્સે ખરાબ હવામાનને કારણે ચેન્નાઈ એરપોર્ટ પર તમામ આગમન અને પ્રસ્થાન ફલાઈટ્સ અસ્થાયી રૂપે સ્થગિત કરી દીધી છે. એરલાઈન્સે કહ્યું કે મુસાફરો અને પાઈલોટ કેબીન ક્રૂની સુરક્ષાને પ્રાથમિકતા આપતા હવામાનમાં સુધારો થવા પર ફલાઈટ ઓપરેશન ફરી શરૂ કરવામાં આવશે. મુસાફરોને રીઅલ ટાઈમ અપડેટ્સ માટે તેમની સંબંધિત એરલાઈન્સનો સંપર્ક કરવા જણાવાયું છે. ચેન્નાઈના પ્રાદેશિક હવામાન કેન્દ્રના ડો. એસ. બાલાચંદ્રનના જણાવ્યા અનુસાર, ફેગલ ચક્રવાતની અસર કરાઈકલ અને મહાબલીપુરમ વચ્ચેના વિસ્તારો જેવા દરિયાકાંઠાના વિસ્તારો પર વધુ પડશે. પવનની ઝડપ ૯૦ કિ.મી. પ્રતિ કલાક સુધી પહોંચી શકે છે. આ સ્થિતિને ધ્યાનમાં રાખીને તામિલનાડુ અને પુડુચેરીની સરકારોએ નાગરિકોને જ્યાં સુધી એકદમ જરૂરી ન હોય ત્યાં સુધી ઘરની અંદર રહેવાની અપીલ કરી છે.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial