Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
આઠ આરોપી સામે નોંધાયો હતો ગુન્હોઃ
જામનગર તા. ૩૦: કાલાવડમાં પાંચ વર્ષ પહેલાં અગાઉના મનદુખના કારણે પિતા-પુત્ર પર આઠ શખ્સે છરી, ધોકા, કોયતાથી હુમલો કર્યાે હતો. તે ગુન્હામાં અદાલતે આરોપીઓનો શંકાનો લાભ આપી છૂટકારો કર્યાે છે.
કાલાવડ તાલુકાના શિતલા માં રહેતા બકુલ પૂનાભાઈ રાતડીયા નામના પ્રૌઢના પુત્ર અલ્પેશને વર્ષ ૨૦૧૯માં કાલાવડમાં મહંમદહુસેન સતાર ચગદા સાથે ઝઘડો થયા પછી તેનો ખાર રાખી મહંમદહુસેન તેમજ અમઝદ જુસબ પઠાણ, અફઝલ હબીબ ગોરી, રમીઝ મુસા ગબોલ ઉર્ફે બકરી, મહોબત અનવરખાન, જાવિદ સતાર ચગદા, લતીફ ઓસમાણ સમા, અસલમ ઓસમાણ ખીરા નામના શખ્સોએ છરી, ધોકા, કોયતા વડે હુમલો કરી માર માર્યાે હતો.
આ વેળાએ વચ્ચે પડેલા બકુલભાઈને પણ માર મારવામાં આવ્યો હતો. એકઠા થયેલા અન્ય લોકોએ હુમલાખોરોને ભગાડી મૂક્યા હતા. પોલીસે ગુન્હો નોંધી આઠેય આરોપીની ધરપકડ કરી હતી. આ કેસ ચાલી જતાં અદાલતે આરોપીઓનો છૂટકારો ફરમાવ્યો છે. આરોપી તરફથી વકીલ કેતન આશર, કાલાવડ ના સાજીદ બ્લોચ, ભરતસિંહ જાડેજા, ચેતન રાઠોડ, હાર્દિક ચાવડા રોકાયા હતા.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial