Advertisement
Author: નોબત સમાચાર

દ્વારકા જિલ્લામાં કાલથી પોલીસ દ્વારા કરાશે ટ્રાફિક આનુષાંગિક કડક કાર્યવાહી

ઈ-ચલણની બાકી રકમ ભરપાઈ કરવા અનુરોધઃ

ખંભાળિયા તા. ૩૦: દ્વારકા જિલ્લામાં આવતીકાલથી ટ્રાફિકને અડચણરૂપ રખાતા વાહનોને ટોઈંગ કરવાની કાર્યવાહી શરૂ કરવામાં આવનાર છે. તેથી લોકોને વાહનો નિયત સ્થળે રાખવા અને ઈ-ચલણની બાકી રકમ ભરપાઈ કરવા જિલ્લા પોલીસ દ્વારા વાહનચાલકોને અનુરોધ કરવામાં આવ્યો છે.

દેવભૂમિ દ્વારકા જિલ્લામાં ખંભાળિયા, દ્વારકા, ભાણવડ તથા કલ્યાણપુર તાલુકાઓમાં જાહેર રસ્તાઓ પર તેમજ ટ્રાફિકને અડચણ થાય તે રીતે વાહનો રાખતા શખ્સો સામે કાર્યવાહી કરવામાં આવી હતી.

દેવભૂમિ દ્વારકા જિલ્લા પોલીસવડા નિતેશ પાંડેય, ડીવાયએસપી ડો. હાર્દિક પ્રજાપતિ, સાગર રાઠોડની આગેવાની અને માર્ગદર્શન હેઠળ આવતીકાલથી સમગ્ર જિલ્લામાં ગેરકાયદે પાર્ક કરાયેલા તેમજ અડચણરૂપ રખાયેલા વાહનોને ટોઈંગ કરી વાહનચાલકો સામે દંડાત્મક કાર્યવાહી શરૂ કરવામાં આવશે.

લોકોને જાહેર માર્ગાે પર નડતર થાય તે રીતે તથા ટ્રાફિકને અડચણરૂપ વાહનો ન રાખવા તંત્ર દ્વારા અપીલ પણ કરવામાં આવી છે.

વધુમાં ટ્રાફિક પોલીસે અનુરોધ કર્યાે છે કે, સમગ્ર જિલ્લામાં જે વાહનચાલકોને ટ્રાફિક નિયમના ભંગ બદલ ઈ ચલણ મળ્યું હોય તેઓએ ચલણ મુજબની રકમ ભરપાઈ કરી દેવી. અન્યથા આગામી તા.૧૪ના દિને યોજાનારી રાષ્ટ્રીય લોકઅદાલતમાં તે અંગે કાર્યવાહી કરવામાં આવશે. ઈ ચલણના દંડની રકમ જિલ્લા પોલીસવડા કચેરી-ખંંભાળિયા અથવા જિલ્લા ટ્રાફિક પોલીસ શાખા-મિલન ચાર રસ્તા, ખંભાળિયા, દ્વારકા પોલીસ સ્ટેશન-સનાતન આશ્રમ, દ્વારકામાં ભરપાઈ કરી શકાશે.

 

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag

 

વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

https://youtube.com/@Nobatofficial



Advertisement

અન્ય સમાચારો

Advertisement
close
Ank Bandh