Advertisement
Author: નોબત સમાચાર

નાઈઝર નદીના કિનારે હોડીએ પલટી મારતા ર૭ લોકોના થયા મોતઃ ૧૦૦ થી વધુ લાપત્તા

બોટમાં તેની ક્ષમતા કરતા વધુ મુસાફરોઃ બચાવ કાર્ય ચાલુ

લંડન તા. ૩૦: ઉત્તરી નાઈઝીરિયામાંથી એક હૃદયદ્રાવક સમાચાર સામે આવ્યા છે. જ્યાં શુક્રવારે નાઈજર નદીના કિનારે એક મોટી હોડી પલટી જવાથી ર૭ લોકોના મોત નિપજ્યા હોવાની જાણકારી મળી હતી. આ ઉપરાંત ૧૦૦ થી વધુ લોકો લાપત્તા હોવાનું સામે આવ્યું છે.

નાઈજર સ્ટેટ ઈમરજન્ી મેનેજમેન્ટ એજન્સીના પ્રવક્તા ઈબ્રાહીમ ઓડુએ જણાવ્યું હતું કે બોટ ડૂબી જવાના સમયે બોટમાં લગભગ ર૦૦ મુસાફરો હતા જે કોગી રાજ્યથી પડોશી નાઈજર રાજ્ય જઈ રહ્યા હતાં. અકસ્માતના સમાચાર ફેલાતા નાસભાગ વધી ગઈ હોવાનું નોંધીને નેશનલ ઈનલેન્ડ વોટરવેઝ ઓથોરિટીના પ્રવક્તા મકામા સુલેમાને જણાવ્યું હતું કે, બોટમાં મુખ્યત્વે મધ્ય કોગી રાજ્યના મીસા સમુદાયના વેપારીઓ હતાં, જેઓ પડોશી નાઈજર રાજ્યમાં સાપ્તાહિક બજારમાં જઈ રહ્યા હતાં. તેમણે કહ્યું કે બચાવ કાર્ય હજુ ચાલુ છે.

દુર્ઘટના અંગે અધિકારીઓએ જણાવ્યું કે બોટમાં ર૦૦ થી વધુ લોકો સવાર હતાં. આના પરથી સ્પષ્ટપણે અનુમાન લગાવી શકાય છે કે બોટમાં તેની ક્ષમતા કરતા વધુ મુસાફરો હતાં, જો કે આ સિવાય અધિકારીઓએ બોટ ડૂબી જવાના અન્ય કોઈ કારણની પુષ્ટિ કરી નથી.

તમને જણાવી દઈએ કે નાઈઝીરિયાના દૂરના વિસ્તારોમાં ભારે ભીડ અને ખરાબ રસ્તાઓને કારણે લોકો પાસે કોઈ વૈકલ્પિક રસ્તો નથી. આ કારણોસર ત્યાંના મોટાભાગના લોકો બજાર અથવા અન્ય કોઈ કામ માટે બોટ દ્વારા મુસાફરી કરે છે.

 

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag

 

વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

https://youtube.com/@Nobatofficial



Advertisement

અન્ય સમાચારો

Advertisement
close
Ank Bandh