Advertisement
Author: નોબત સમાચાર

નિદ્રાધીન હાલતમાં જ હૃદયરોગનો હુમલો આવી જતાં નગરના પ્રૌઢનું મોત

થાંભલા પરથી પડી ગયેલા શ્રમિક પર કાળનો પંજોઃ

જામનગર તા. ૩૦: જામનગરના વલ્લભનગરમાં રહેતા એક પ્રૌઢનું નિદ્રાની હાલતમાં હૃદયરોગનો હુમલો આવી જતાં મૃત્યુ થયું છે. જ્યારે કલ્યાણપુરના ભાટીયામાં થાંભલા પરથી પટકાઈ પડેલા શ્રમિકનું સારવારમાં મૃત્યુ નિપજ્યું છે.

જામનગરના શંકરટેકરી વિસ્તારમાં આવેલા વલ્લભ નગર પાસે વાલ્મિકીવાસમાં વસવાટ કરતા અને જામ્યુકોમાં નોકરી કરતા દીપકભાઈ લવજીભાઈ પઠાણ (ઉ.વ.૫૬) નામના પ્રૌઢ બુધવારે રાત્રે નિદ્રાધીન થયા પછી ગુરૂવારે સવારે નહીં ઉઠતા સારવાર માટે દવાખાને ખસેડવામાં આવ્યા હતા. જ્યાં આ પ્રૌઢનું ઉંઘમાં જ હૃદયરોગનો હુમલો આવી જતાં મૃત્યુ થયાનું જાહેર થયું છે. તેમના પુત્ર રવિભાઈએ પોલીસને જાણ કરી છે.

દેવભૂમિ દ્વારકા જિલ્લાના કલ્યાણપુર તાલુકાના ભાટીયા ગામમાં મજૂરીકામ માટે આવીને રહેતા મૂળ અરવલ્લી જિલ્લાના મેઘરજ તાલુકાના અમૃતભાઈ કનુભાઈ ભગોરા (ઉ.વ.૧૮) નામના શ્રમિક થોડા દિવસો પહેલાં વીજ કંપનીના થાંભલા પર સર્વિસીંગ કરતા હતા ત્યારે અકસ્માતે થાંભલા પરથી પટકાઈ પડ્યા હતા.

સારવાર માટે ખંભાળિયા દવાખાને અને ત્યાંથી વધુ સારવાર માટે જામનગરની ખાનગી હોસ્પિટલમાં ખસેડાયેલા અમૃતભાઈને રજા આપવામાં આવી હતી. તે પછી ગઈ તા.ર૦ના દિને પગમાં દુખાવો થવા લાગતા આ યુવાનને જામનગરની જી.જી. હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યા હતા. જ્યાં તેઓનું સારવાર દરમિયાન મૃત્યુ નિપજ્યાનું દિનેશભાઈ રણમલભાઈ ભગોરાએ જાહેર કર્યું હતું.

 

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag

 

વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

https://youtube.com/@Nobatofficial



Advertisement

અન્ય સમાચારો

Advertisement
close
Ank Bandh