Advertisement
Author: નોબત સમાચાર

કેનેડાના પીએમ જસ્ટિન ટ્રુડે પહોંચ્યા અમેરિકાઃ ડિનર તથા બન્ને નેતાઓ વચ્ચે થશે ગુપ્ત બેઠક

કેનેડાની સરકારને ડોનાલ્ડ ટ્રમ્પે ધમકી આપી હતીઃ

નવી દિલ્હી તા. ૩૦: ભારત સાથેના સંબંધો બગડ્યા પછી હવે કેનેડાના પીએમ જસ્ટિન ટ્રુડોને અમેરિકા સાથે પણ સંબંધો બગડવાનો ડર સતાવી રહ્યો છે. અમેરિકના નવા રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે તાજેતરમાં કેનેડાની સરકારને ધમકી આપી હતી. ત્યારે કેનેડાના વડાપ્રધાન જસ્ટિન ટ્રુડો અચાનક ફ્લોરિડા પહોંચ્યા હતાં.

જસ્ટિન ટ્રુડોના કાર્યાલયના જણાવ્યા અનુસાર કેનેડિયન પીએમ પાસે યુએસ જવાનો કોઈ કાર્યક્રમ ન હતો અને તેઓ અચાનક ડોનાલ્ડ ટ્રમ્પના ફ્લોરિડા રિસોર્ટ પહોંચ્યા. ન્યૂઝ એજન્સી રાઈટર્સ અનુસાર જસ્ટિન ટ્રુડો ફ્લોરિડામાં માર-એ-લાગો વેસ્ટ પામ બીચ પાસે રિસોર્ટમાં જતા જોવામાં આવ્યા હતાં.

રાયટર્સ અનુસાર જસ્ટિન ટ્રુડો અને ડોનાલ્ડ ટ્રમ્પ આજે સાથે ડિનર કરશે અને ઘણાં મુદ્દાઓ પર કરશે. બન્ને વચ્ચેની વાતચીત ગુપ્ત રાખવામાં આવશે, જો કે જસ્ટિન ટ્રુડોની ઓફિસ અને ડોનાલ્ડ ટ્રમ્પના અધિકારીઓએ આ અંગે કોઈ ટિપ્પણી કરી નથી.

થોડા દિવસો પહેલા ટ્રમ્પે સરહદની ચિંતાઓને કારણે કેનેડાથી આયાત થતા સામાન પર ટેરિફ લગાવવાની ધમકી આપી હતી. પદ સંભાળતાની સાથે જ ટ્રમ્પે કહ્યું હતું કે જ્યાં સુધી આ દેશો અમેરિકા આવતા ડ્રગ્સ અને ગેરકાયદેસર ઈમિગ્રન્ટ્સને રોકશે નહિં, તેઓ કેનેડા અને મેક્સિકોમાંથી આયાત પર રપ ટકા ટેરિફ લગાવશે.

 

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag

 

વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

https://youtube.com/@Nobatofficial



Advertisement

અન્ય સમાચારો

Advertisement
close
Ank Bandh