Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
જામનગર શહેરના પવનચકકી-લાલપુર બાયપાસ માર્ગને ગૌરવપથ જાહેર કર્યા પછી અને મ્યુનિ. કમિશનરે આ રોડની સ્થળ તપાસ કર્યા પછી તાત્કાલીક તમામ રેકડીઓ રોડ પરથી ખસેડવામાં આવી. છેલ્લા બે દિવસથી સાધના કોલોની નજીક રોડને એક સાઈડથી વન વે કરીને આખા રોડ પર બંને સાઈડના ઝાડ કટીંગનું કામ ચાલુ કરવામાં આવ્યું છે. ૧૦ થી ૧૫ જેટલા ટ્રેકટર ભરાય તેટલા ઝાડ કટીંગ કરવા માટે ત્રણથી ચાર મશીન અન્ય વાહનો સાથે મહાનગરપાલિકાની ટીમ કામગીરી કરી રહી છે. ત્યારે એક સાઈડનો રોડ વન વે કરવાથી લોકો ટ્રાફિકથી પરેશાન થઈ રહ્યા છે. ખરેખર તો આ મુખ્ય માર્ગ છે, આ માર્ગ પર ઝાડ કટીંગ તથા અન્ય કામગીરી રાત્રિ દરમિયાન કરવી જોઈએ. તેનાથી રાત્રે ટ્રાફિક ઓછો હોય તો લોકોને મુશ્કેલી ઓછી વેઠવી પડે.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial