Advertisement
Author: નોબત સમાચાર

સુરતના ગ્રામ્ય પંથકમાં ત્રણ બાળકોએ આઈસ્ક્રીમ ખાઈ તાપણું કર્યા પછી ત્રણેયના મૃત્યુ

આઈસ્ક્રીમથી મૃત્યુ થયું કે ઝેરી ધૂમાડાથી?

સુરત તા. ૩૦: ગુજરાતના સુરતના સચિન પાલી ગામમાંથી ચોંકાવનારી ઘટના સામે આવી છે. શ્રમિક પરિવારની ત્રણ બાળકીએ આઈસ્ક્રીમ ખાધા પછી તાપણું કર્યું હતું. દરમિયાન ત્રણેયની તબિયત લથડી હતી અને ત્રણેયના મૃત્યુ થતા અરેરાટી વ્યાપી ગઈ છે.

ગતરાતની ઘટના એવી છે કે શ્રમિક પરિવારની બાળકીઓએ આઈસ્ક્રીમ ખાધા પછી ઠંડીથી બચવા ૪-પ બાળકોએ તાપણું કર્યું હતું. દરમિયાન બાળકીઓને અચાનક ચક્કર આવવા લાગ્યા હતાં અને ઉલટીઓ થઈ હતી. બાળકીઓ બેભાન થઈ ગયા પછી હોસ્પિટલ ખસેડાઈ હતી. કમનસીબે ત્રણેય બાળકીના મૃત્યુ નિપજ્યા હતાં.

મૃતકોમાં ૧ર વર્ષિય દુર્ગા કુમારી મહંતો, ૧૪ વર્ષિય અમિતા મહંતો તથા ૮ વર્ષિય અનિતા કુમારી મહંતોનો સમાવેશ થાય છે, જ્યારે એક બાળકીનો ચમત્કારિક બચાવ થયો હતો.

બાળકીઓના શંકાસ્પદ મૃત્યુ પછી અનેક સવાલો ઊઠી રહ્યા છે. આઈસ્ક્રીમ ખાવાથી બાળકીઓના મૃત્યુ થયા કે પછી તાપણાને કારણે? આઈસ્ક્રીમ અખાદ્ય હતો કે ઝેરી ધૂમાડો શ્વાસમાં ભળવાથી બાળકીઓ મોતને ભેટી? વગેરે મુદ્દા તપાસનો વિષય બન્યા છે.

 

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag

 

વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

https://youtube.com/@Nobatofficial



Advertisement

અન્ય સમાચારો

Advertisement
close
Ank Bandh