Advertisement
Author: નોબત સમાચાર

કોરોનાકાળમાં પતિના નિધન પછી ચિંતા અનુભવતા મહિલાની આત્મહત્યા

જામનગર તા. ૩૦: કલ્યાણપુર તાલુકાના ભાટીયા નજીક ગોકલપર વાડી વિસ્તારમાં વસવાટ કરતા એક મહિલાએ પોતાના પતિનું કોરોનાકાળ દરમિયાન અવસાન થયા પછી સતત અનુભવાતી ચિંતાના કારણે કોઈ ઝેરી પ્રવાહી પી લીધુ હતું. આ મહિલાનું બે દિવસની સારવાર પછી મૃત્યુ નિપજ્યું છે.

દેવભૂમિ દ્વારકા જિલ્લાના કલ્યાણપુર તાલુકાના ભાટીયા નજીક ગોકલપર ગામના વાડી વિસ્તારમાં રહેતા પામીબેન સામતભાઈ ચાવડા (ઉ.૪૧) નામના મહિલાએ ગયા મંગળવારે સવારે પોતાના ખેતરે કોઈ ઝેરી પ્રવાહી પી લીધુ હતુંં.

તેની જાણ થતાં પામીબેનને સારવાર માટે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. આ મહિલાનું ગઈકાલે મૃત્યુ નિપજ્યું છે. ખંભાળિયા તાલુકાના નાના આસોટા ગામમાં રહેતા રામભાઈ ગોગનભાઈ ખુટીએ પોલીસને જાણ કરી છે. આ મહિલાના પતિ કોરાના કાળ દરમિયાન અવસાન પામ્યા હતા. ત્યારથી પામીબેન સતત ચિંતા અને તાણ અનુભવતા હતા. તેના કારણે તેઓએ ઝેરી પ્રવાહી પી લીધાનું પોલીસ સમક્ષના નિવેદનમાં રામભાઈએ જણાવ્યું છે. પોલીસે નિવેદન નોંધી તપાસ હાથ ધરી છે.

 

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag

 

વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

https://youtube.com/@Nobatofficial



Advertisement

અન્ય સમાચારો

Advertisement
close
Ank Bandh