Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
મુખ્યમંત્રીનો ખેડૂત માટે ઐતિહાસિક નિર્ણયઃ
જામનગર તા. ૩૦: વિવિધ પ્રોજેક્ટમાં સંપાદિત થયેલ જમીનના જે-તે સમયે ખેડૂત પ્રમાણપત્ર ન મેળવવાના કારણે ખેડૂત મટી ગયેલા ખેડૂતના હિતમાં મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલએ મહત્ત્વપૂર્ણ નિર્ણય કર્યો છે.
જેમની જમીન સંપાદિત થઈ હોય અને જે તે સમયે ખેડૂત પ્રમાણપત્ર નહીં મેળવવાના કારણે ખેડૂત મટી ગયા હોય તેવા ખેડૂતોએ મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ સમક્ષ સ્વાગત ઓનલાઈન જન ફરિયાદ નિવારણના રાજ્ય સ્વાગતમાં આ પ્રશ્નની રજૂઆત કરી હતી.
આવા ખેડૂતોને ખેતીની જમીન ખરીદવામાં કોઈ મુશ્કેલી ન પડે તે માટે રાજ્ય સરકાર તા. ર૬-૧ર-ર૦ર૪ થી એવી ઠેરાવ્યું હતું કે, ખેડૂત પ્રમાણપત્ર સંબંધિત કલેક્ટર અથવા અધિકૃત અધિકારી આપી શકે છે. આવું પ્રમાણપત્ર મળ્યા તારીખથી ૩ વર્ષમાં જમીન ખરીદવાની જોગવાઈ છે. જે ખેડૂતની તમામ જમીન સંપાદિત થઈ ગઈ હોય છતાં પ્રમાણપત્રના અભાવે બિનખેડૂત બન્યા હોય તેવા ખેડૂતોના હિતમાં ખેડૂત પ્રમાણપત્ર મેળવવાની સુલભતા કરતી એક તક આપવા મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ આ હિતકારી નિર્ણય કરીને ઠરાવ પ્રસિદ્ધ કરવા નિર્દેશ આપ્યા છે.
અ નિર્ણય અનુસાર તા. ૧-પ-૧૯૬૦ એટલે કે ગુજરાતના અલગ રાજ્ય તરીકેના સ્થાપના કાળથી ખેડૂત પ્રમાણપત્ર મેળવી ન શક્યા હોય તેવા ખેડૂતો રાજ્ય સરકારના આ ઠરાવ પ્રસિદ્ધ થયાના એક વર્ષમાં પ્રમાણપત્ર માટે સંબંધિત કલેક્ટર સમક્ષ અરજી કરી શકશે.
આવી અરજી મળ્યા પછી સંબંધિત કલેક્ટર દ્વારા જાતે ખરાઈ કરીને ખેડૂત પ્રમાણપત્ર ઈસ્યુ કરવામાં આવશે. એટલું જ નહીં, આવું પ્રમાણપત્ર મળ્યાના ત્રણ વર્ષમાં ખેડૂતે જમીન ખરીદી કરી લેવાની રહેશે. જે ખેડૂત પોતાના ખાતાના સર્વે નંબર પૈકી રહેલ એક માત્ર સર્વે નંબર બિનખેતી કરાવે તેના કારણે ખેડૂત મટી જતા હતાં. આવા કિસ્સામાં ખેડૂત પ્રમાણપત્ર મેળવવાની જોગવાઈ નહીં હોવાના કારણે ખેતીની જમીન ખરીદવામાં મુશ્કેલી અનુભવતા હતાં. એવી રજૂઆતો મુખ્યમંત્રીને મળતી હતી.
મુખ્યમંત્રીએ એવો નિર્ણય કર્યો છે કે, હવે પછી પોતાની ખેતીની જમીનનો છેલ્લો સર્વે નંબર પણ બિનખેતી થયા પછી કોઈ ખેડૂત, ખેડૂત પ્રમાણપત્ર માંગે તો આવી બિનખેતી થયા પછી એક વર્ષમાં ખેડૂત પ્રમાણપત્ર આપવાનું રહેશે અને આ પ્રમાણપત્રની તારીખથી બે વર્ષમાં જમીન ખરીદ કરવાની રહેશે.
આ ઠરાવ પછીના એક વર્ષ પહેલા આ પ્રકારે બિનખેડૂત થયેલ અરજદારોને પણ આ નિર્ણયનો લાભ મળશે. રાજ્ય સરકારના આ નિર્ણયનો આભાર વ્યક્ત કરવામાં આવ્યો હતો. જે ભાજપના કિસાન મોરચાના પ્રદેશ અધ્યક્ષ દિનેશ પટેલ, મહામંત્રી સરદારભાઈ ચૌધરી અને હિરેન હિરપરાનો સમાવેશ થાય છે.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial