Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
શાપરમાં ઘરમાં ઘૂસી અપાઈ ધમકીઃ
જામનગર તા. ૧૪ઃ જામનગરની નિલકમલ સોસાયટીમાં એક ઓફિસ પાસે રિક્ષામાં બેસી મોબાઈલમાં ગેમ રમતા બાળકોને એક શખ્સે ગાળો ભાંડી તેના માતા, પિતાને માર મરાયાની પોલીસમાં ફરિયાદ કરાઈ છે. સામાપક્ષે ટુરીઝમનો વ્યવસાય કરતા એક આસામીએ પણ વળતી ફરિયાદ નોંધાવી છે. શાપર ગામમાં એક યુવાનના ઘરમાં ઘૂસી છ શખ્સે જમીન ખાલી કરવા ધમકી આપ્યાની રાવ થઈ છે.
જામનગરના ખોડિયાર કોલોની વિસ્તાર સામે આવેલી નીલકમલ સોસાયટી શેરી નંબર પાંચની સામે રહેતા જયેશભાઈ કાંતિલાલ ગોપીયાણીના પુત્ર તથા તેના મિત્રો શનિવારે સાંજે પોતાના ઘર પાસે એક રિક્ષામાં બેસી મોબાઈલ પર ગેમ રમતા હતા ત્યારે નજીકમાં જ આવેલી જેસાભાઈ ભારવાડીયા નામના આસામીની ઓફિસ પાસે આ બાળકોએ દેકારો કરતા જેસાભાઈએ દેકારો ન કરવા અને ત્યાં ન રમવા માટે કહેતા જયેશભાઈ તથા તેમના પત્ની ઘરની બહાર આવ્યા હતા અને તેઓએ બાળકો ક્યાં રમવા જાય તેમ પૂછ્યું હતું આથી ઉશ્કેરાયેલા જેસાભાઈએ પતિ પત્નીને ગાળો ભાંડી લોખંડની પટી વડે માર માર્યો હતો.
આ ફરિયાદની સામે ટુરીઝમનો વ્યવસાય કરતા જેસાભાઈ જીવાભાઈ ભારવાડીયાએ વળતી ફરિયાદ નોંધાવી છે. જેમાં તેઓએ જણાવ્યા મુજબ તેમની ઓફિસ પાસે રિક્ષામાં બેસી કેટલાક છોકરા ગેમ રમવા ઉપરાંત ગાળો બોલતા હોય તેઓએ ગાળો બોલવાની ના પાડતા જયેશ, મનિષાબેન, ગૌતમ, બે અજાણ્યા છોકરા તથા ગૌતમના નાનાભાઈએ લાકડી, પાઈપ, બેટથી હુમલો કરી માર માર્યાે હતો.
જામનગર-ખંભાળિયા રોડ પર આવેલા શાપર ગામમાં રહેતા ભરતભાઈ મેરૂભાઈ ઓડેદરા શનિવારે રાત્રે પોતાના ઘરમાં સૂતા હતા ત્યારે શાપર ગામનો અજયસિંહ યુવરાજ સિંહ જાડેજા, અરબાઝ અમીન ખલીફા, જીતુ પટેલ, જયંતી પટેલ નામના ચાર શખ્સ મોટરમાં ધસી આવ્યા હતા. ઘરમાં ઘૂસી આ શખ્સોએ ગાળો ભાંડી લાકડી દેખાડી હતી અને જમીન ખાલી કરીને જતા રહેવા માટે ધમકી આપી હતી. ત્યારે જ ઘરમાં ઘૂસી ગયેલા વિશાલ તથા દિવ્યનીલ જોષી નામના બે શખ્સે ધોકો ફટકારી ધમકી પણ આપી હતી. ભરતભાઈએ સિક્કા પોલીસ સ્ટેશનમાં તેની ફરિયાદ નોંધાવી છે.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial