Advertisement
Author: નોબત સમાચાર

કલ્યાણપુરના રાજપરામાં સેવાસેતુ કાર્યક્રમ

ભારત વિકાસની પ્રતિજ્ઞાઃ સ્વચ્છતાના શપથ

ખંભાળિયા તા. ૧૪ઃ કલ્યાણપુર તાલુકાના રાજપરા ગામે યોજાયેલ સેવા સેતુ કાર્યક્રમ અંતર્ગત લોકોએ સરકારની વિવિધ યોજનાઓ અને સેવાઓનો લાભ લીધો હતો અને સ્વચ્છતા જાળવવા અંગેના શપથ લીધા હતાં.

દેવભૂમિ દ્વારકા જિલ્લાના કલ્યાણપુર તાલુકાના રાજપરામાં સેવાસેતુ કાર્યક્રમના દસમા તબક્કાનું આયોજન કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમમાં ગ્રામજનોને રાશન કાર્ડ, લગ્ન નોંધણી, જાતિ પ્રમાણપત્ર, રાષ્ટ્રીય કુટુંબ સહાય યોજના, વરિષ્ઠ નાગરિક પ્રમાણપત્ર, પી.એમ. સ્વનિધિ યોજના આયુષ્માન કાર્ડ યોજના જેવી યોજનાઓ મળી કુલ પપ પ્રકારની સેવાઓનો લાભ ઘર આંગણે આપવામાં આવ્યા હતાં.

આ કાર્યક્રમમાં ઉપસ્થિત લોકોએ સ્વચ્છતા હી સેવા કાર્યક્રમ હેઠળ સ્વચ્છતાની શપથ લીધી હતી, તેમજ 'એક પેડ ર્માં કે નામ' કાર્યક્રમ અંતર્ગત રાજપરા હાઈસ્કૂલમાં અધિકારીઓ તેમજ સામાજિક અગ્રણીઓ દ્વારા વૃક્ષારોપણ કરવામાં આવ્યું હતું. આ ઉપરાંત વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીના નેતૃત્વમાં ગુજરાતની સફળ સર્વગ્રાહી વિકાસયાત્રાના ર૩ વર્ષની સફળતાની ઉજવણીના ભાગરૂપે ભારત વિકાસ પ્રતિજ્ઞા પણ લીધી હતી.

 

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag

 

વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

https://youtube.com/@Nobatofficial



Advertisement

અન્ય સમાચારો

Advertisement
close
Ank Bandh