Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
રાવલમાં જલદ પ્રવાહી પી લેનાર યુવાનનું મૃત્યુઃ
જામનગર તા. ૧૪ઃ લાલપુરના મેઘપરમાં એક ઓરડીમાં વસવાટ કરતા મૂળ બિહારના શ્રમિકે શનિવારે કોઈ અકળ કારણથી ગળાફાંસો ખાઈ જિંદગીનો અંત આણ્યો છે. જ્યારે કલ્યાણપુરના રાવલમાં જલદ પ્રવાહી ગટગટાવી લેતાં યુવકનું સારવારમાં મૃત્યુ થયું છે. પોલીસે બંને બનાવની નોંધ કરી છે.
જામનગર-ખંભાળિયા માર્ગ પર આવેલા લાલપુર તાલુકાના મેઘપર ગામમાં મજૂરીકામ માટે આવીને રહેતા મૂળ બિહાર રાજયના વૈશાલી જિલ્લાના વતની પ્રકાશભાઈ રામબાબુ પાસવાન (ઉ.વ.રર) નામના યુવાન શનિવારે બપોરે પોતાના ઘરે હતા ત્યારે તેઓએ કોઈ અકળ કારણથી છતમાં રહેલા પીઢીયામાં ગમછા વડે ગાળીયો બનાવી ગળાફાંસો ખાધો હતો.
આ બાબતની જાણ થતાં તેના નાનાભાઈ આકાશ રામબાબુએ તેને નીચે ઉતારી સારવાર માટે ખસેડવાની તજવીજ કરી હતી. બનાવની જાણ થતાં મેઘપર પોલીસનો સ્ટાફ દોડી ગયો હતો. પોલીસે મૃતદેહનો કબજો સંભાળી આ યુવાનની આત્મહત્યાનું કારણ જાણવા તપાસ આદરી છે. દેવભૂમિ દ્વારકા જિલ્લાના કલ્યાણપુર તાલુકાના રાવલ ગામમાં વસવાટ કરતા રાજેશભાઈ પરસોત્તમભાઈ દુધરેજીયા (ઉ.વ.૩૦) નામના બાવાજી યુવાને ગયા સોમવારે કોઈ અકળ કારણથી જલદ પ્રવાહી પી લીધુ હતું. સારવારમાં ખસેડાયેલા આ યુવાનનું મૃત્યુ થયું છે. તેના ભાઈ જગદીશભાઈ દુધરેજીયાએ પોલીસને જાણ કરી છે.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial