Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
દરવાજા પાસે જ સંતાડવામાં આવેલી ચાવી શોધી લેતો'તોઃ
જામનગર તા. ૧૪ઃ જામનગરની સ્થાનિક ગુન્હાશોધક શાખાના સ્ટાફે મૂળ ઉત્તર પ્રદેશના અને હાલમાં ભરૂચના કોસમડી ગામમાં રહેતા શખ્સને પકડી લઈ તલાશી લેતાં તેના કબજામાંથી સોના-ચાંદીના દાગીના તથા રોકડ મળી રૂપિયા ચારેક લાખનો મુદ્દામાલ મળી આવ્યો હતો. આ શખ્સે બે ચોરી કર્યાની કબૂલાત આપી છે.
જામનગરના અંબર સર્કલ પાસે આવેલી ચર્ચવાળી ગલી નજીક આંટાફેરા કરતા એક શખ્સ પાસે ચોરાઉ મુદ્દામાલ હોવાની અને આ શખ્સ ચોરીના ગુન્હામાં સંડોવાયેલો હોવાની બાતમી એલસીબીના ક્રિપાલ સિંહ, ધર્મેન્દ્રસિંહ, અરજણ ભાઈ, કિશોર પરમાર, મયુદ્દીન સૈયદને મળતા પીઆઈ વી.એમ. લગારીયાને વાકેફ કરાયા પછી પીએસઆઈ એ.કે. પટેલ, સ્ટાફે વોચ રાખી હતી.
તે દરમિયાન મૂળ ઉત્તર પ્રદેશના રાયબરેલી જિલ્લાના વતની અને હાલમાં ભરૂચ જિલ્લાના અંકલેશ્વરમાં વસવાટ કરતો કરણસિંગ રાજકુમાર સિંગ ચૌહાણ નામનો શખ્સ મળી આવ્યો હતો. આ શખ્સની તલાશી લેવાતા તેની પાસેથી સોનાની ચાર વીટી, કાનની બે બુટી, બે કડી, નાકના બે દાણા, પેંડલ સાથેનો સોનાનો ચેઈન, એક હાર, તેની સાથેની બુટી, ટીકો, સોનાની ત્રણ વીટી, કાનની સર તેમજ ચાંદીના સાંકળા, માછલી, લક્કી, બે ગણપતિ, રૂ.૧૨,૧૦૦ રોકડા મળ્યા હતા.
આ શખ્સની અટકાયત કરી પૂછપરછ કરાતા તેણે સિટી સી તથા સિટી બી ડિવિઝન હેઠળના વિસ્તારોમાં બે ચોરી કર્યાની કબૂલાત આપી છે અને સિટી સી ડિવિઝન વિસ્તારમાંથી ચોરી કરેલી સોનાની ચાર વીટી, પેંડલ સાથેનું મંગળસૂત્ર, ઠોરીયુ અને રૂ.ર૮૩૦૦ રોકડા પણ કાઢી આપ્યા છે. આ શખ્સની પૂછપરછ કરાતા આ શખ્સે બંધ મકાનને નિશાન બનાવી તેના બાથરૂમ અથવા દરવાજા પાસે પડેલા ચપ્પલ-બુટમાંથી ચાવી શોધી મકાનનું લોક ખોલી નાખી ચોરી કરતો હોવાની કબૂલાત આપી છે.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial