Advertisement
Author: નોબત સમાચાર

સબસિડીની રકમ જમા ન થતાં પેઢીને વ્યાજ સાથે રકમ ચૂકવવા કરાયો આદેશ

જૂનાગઢની ખાનગી ફાયનાન્સ પેઢી સામે હતી રાવઃ

જામનગર તા. ૧૪ઃ જામનગરના એક મહિલાએ જુનાગઢની ખાનગી પેઢી પાસેથી હાઉસીંગ લોન મેળવ્યા પછી તે પેઢીની ખાતરી મુજબ સબસિડીની રકમ જમા નહીં થતાં તે પેઢી સામે ગ્રાહક તકરાર ફોરમમાં ફરિયાદ કરી હતી. ફોરમે તે રકમ વ્યાજ સાથે ચૂકવવા ફાયનાન્સ પેઢીને હુકમ કર્યાે છે.

જામનગરના ભાવનાબેન રમેશભાઈ નડિયાધારા નામના મહિલાએ મકાન માટે વર્ષ ૨૦૧૮માં લોન મેળવવા આધાર હાઉસીંગ ફાયનાન્સ નામની પેઢી સમક્ષ અરજી કરતા તેઓની રૂ.૪,૬૩,૩૦૧ની લોન મંજૂર કરાઈ હતી.

તે વેળાએ પેઢીના એજન્ટે સરકાર તરફથી જે સબસિડી મળે છે તે રકમ અમારી કંપની મંજૂર કરાવી આપશે તેવી ખાતરી આપી રૂ.૧,૯૩,૮૨૩ તમારા ખાતામાં જમા થઈ જશે તેમ જણાવી સબસિડીના ફોર્મ સહિતના ડોક્યુમેન્ટ મેળવ્યા હતા. તે પછી સબસિડીની રકમ ખાતામાં જમા થઈ ન હતી.

આથી પેઢીને રજૂઆત કરવામાં આવી હોવા છતાં કોઈ જવાબ આપવામાં ન આવતા ભાવનાબેને ગ્રાહક તકરાર નિવારણ ફોરમમાં જુનાગઢની આ પેઢી સામે ફરિયાદ નોંધાવી હતી. તે ફરિયાદ ચાલી જતાં ફોરમે પેઢીની સેવાકીય ખામી માની રૂ.૧,૯૩,૮૨૩ નવ ટકાના વ્યાજ સાથે આપવા તથા માનસિક ત્રાસ અને ખર્ચ પેટે રૂ.૮ હજાર અલગથી ચૂકવવા હુકમ કર્યાે છે. ફરિયાદી તરફથી વકીલ વસંત ગોરી, દીપક નાનાણી, નેહલ સંચાણીયા રોકાયા હતા.

 

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag

 

વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

https://youtube.com/@Nobatofficial



Advertisement

અન્ય સમાચારો

Advertisement
close
Ank Bandh