Advertisement
Author: નોબત સમાચાર

ખંભાળિયા પાસે રેલવે ટ્રેક પરથી મળેલા ઈજાગ્રસ્તનું મૃત્યુ

મૃતકની ઓળખ મેળવવા તજવીજઃ

જામનગર તા. ૧૪ઃ ખંભાળિયાના રેલવે સ્ટેશન નજીક રેલવે ટ્રેક પરથી ત્રણ મહિના પહેલાં ઈજાગ્રસ્ત હાલતમાં મળેલા અજાણ્યા યુવાનનું સારવાર દરમિયાન અમદાવાદ દવાખાને મૃત્યુ થયું છે. પોલીસે મૃતકની ઓળખ મેળવવા તપાસ આદરી છે.

ખંભાળિયાના રેલવે સ્ટેશનથી દોઢેક કિ.મી. દૂર રેલવે ટ્રેક પરથી ગઈ તા.૧૨ જુલાઈની રાત્રે એક અજાણ્યા યુવાન ઈજા પામેલી હાલતમાં જોવા મળતા  પોલીસને જાણ કરાઈ હતી. દોડી ગયેલી પોલીસે રેલવે ટ્રેક પરથી કણસતી હાલતમાં મળી આવેલા ઈજાગ્રસતને સારવાર માટે ખંભાળિયા અને ત્યાંથી જામનગર દવાખાને ખસેડ્યા હતા. આ યુવાનને વધુ સારવાર માટે અમદાવાદ દવાખાને લઈ જવાયા પછી તેઓનું મૃત્યુ નિપજ્યું છે. ખંભાળિયા પોલીસે અપમૃત્યુ અંગે નોંધ કરી મૃતકની ઓળખ મેળવવા તપાસ શરૂ કરી છે.

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag

 

વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

https://youtube.com/@Nobatofficial



Advertisement

અન્ય સમાચારો

Advertisement
close
Ank Bandh