Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
દશેરા પર્વે દ્વારકાના જગતમમંદિરમાં ભવ્ય શોભાયાત્રા
દશેરા પર્વે દ્વારકાના જગત મંદિરમાં ગોપાલજી સ્વરૂપની શોભાયાત્રા નીકળી હતી. ભવ્ય પાલખી યાત્રાને પોલીસ જવાનો દ્વારા ગાર્ડ ઓફ ઓનર અપાયું હતું. તે પછી પરંપરાગત રીતે સમીના વૃક્ષનું પૂજન કરાયું હતું. શ્રીકૃષ્ણની કર્મભૂમિ દ્વારકામાં જ્યારે અખિલ બ્રહ્માંડ નાયક શ્રીહરિ બિરાજમાન હોય અને એમના દર્શાવેલા માર્ગ પર જો આપણે ચાલીએ તો પછી જીવનમાં ક્યું કામ એવું છે જે શક્ય નથી. આ પરંપરા પ્રમાણે જ નક્ષત્ર અનુસાર દશેરાની ઉજવણી કરવામાં આવી હતી. શ્રી દ્વારકાધીશના પટરાણીવાસમાં બિરાજતાં બાળ સ્વરૂપ એવા શ્રી ગોપાલજી મહારાજ સમી પૂજન કરવા વિજયાદશમીના અવસરે દ્વારકાધીશ મંદિરેથી બેન્ડવાજાની સુરાવલીઓ સાથે નીકળેલ ત્યારે પરંપરાગત રીતે જગતમંદિરના મુખ્ય દ્વાર પાસે પોલીસ જવાનો દ્વારા ગોપાલજીની પાલખીયાત્રાને ગાર્ડ ઓફ ઓનર આપવામાં આવ્યું હતું. ગોપાલજીની પાલખીયાત્રા પૂજન સામગ્રી સાથે જગન્નાથ મંદિરે (ખારા હનુમાન) પૂજન કરવા જવા માટે પ્રસ્થાન કરેલ.
ધંધા-રોજગારમાં બરક્ત સાથે વેપારીઓ દ્વારા સમી પૂજન કરાયું હતું. આ પૂજન વિધિ સ્વયં ભગવાન શ્રી દ્વારકાધીશે સૂચવેલી છે. શાસ્ત્રોક્ત કથન મુજબ જ્યારે મહાભારત કાળમાં પાંંડવો અજ્ઞાતવાસ માટે જતા હતાં ત્યારે અસ્ત્ર-શસ્ત્ર જે શક્તિના પ્રતીકો છે તેને ક્યાં રાખવા એ સમસ્યા હતી, કારણ કે શક્તિ મન પડે તેમ ન રાખી શકાય, એટલા માટે શ્રી દ્વારકાધીશજીએ પાંડવોને આજ્ઞા કરી કે આપ સમીના વૃક્ષને આપના અસ્ત્રો-શસ્ત્રો સોંપી દો, જેના કારણે આપની શક્તિની વૃદ્ધિ થશે એ જ પરંપરા પ્રમાણે આપણે સૌ આપણી શક્તિ, વ્યાપાર વિગેરે સમીને સોંપી તેમને વધારી સશક્ત કરી ફરી આપણા ઉપયોગમાં લેશું તો પરમકૃપાળુની કૃપાથી આપણે આપણી બધી શક્તિઓ વધારે સમૃદ્ધ થશે એવું આપણા મહાભારતનું કથન છે, વિજયાદશમીના પાવન અવસરે શહેરના વેપારીઓ પણ દર વર્ષની જેમ સમી પૂજનમાં જોડાયા હતાં અને પરંપરાગત રીતે પૂજાવિધિ કરીને વેપાર-ધંધાની વૃદ્ધિ માટે પસ્તાનું મેળવ્યું હતું.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial