Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
ધારાસભ્ય મેઘજીભાઈ ચાવડા, કલેક્ટર બી.કે. પંડ્યા સહિતના પદાધિકારીઓ જોડાયાઃ
વિકાસ સપ્તાહ ર૦ર૪ અંતર્ગત જામનગર જિલ્લામાં વિવિધ કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું છે. જેના માગરૂપે ધ્રોળ મામલતદાર કચેરીથી ભૂચરમોરી શહીદવન સુધી વિકાસ પદયાત્રાનું આયોજન કરવામાં આવ્યું હતું. આ રેલી દરમિયાન વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીના નેતૃત્વમાં થયેલા વિકાસ કાર્યોની ફિલ્મ, તેમજ ગુજરાતના વિકાસની ગાથા રજૂ કરવામાં આવી હતી. રેલીના રૂટ પર અગ્રણીઓ દ્વારા મહાનુભાવોની પ્રતિમાને ફૂલહાર કરવામાં આવ્યું હતું. રેલીમાં ર૩ વર્ષ સફળ અને સક્ષમ નેતૃત્વના તેમજ વિકાસ સપ્તાહને લગત પોસ્ટરો પ્રદર્શિત કરવામાં આવ્યા હતાં. ઉલ્લેખનિય છે કે, વિકાસ સપ્તાહના ભાગરૂપે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના નેતૃત્વ હેઠળની રાજ્ય સરકાર દ્વારા ગુજરાતના ર૩ આઈકોનિક સ્થળોએ 'વિકાસ પદયાત્રા'નું આયોજન કરવામાં આવ્યું છે. જેમાં જામનગર જિલ્લાના ધ્રોળ તાલુકામાં આવેલ ભૂચરમોરી શહીદ વનનો પણ સમાવેશ કરવામાં આવ્યો છે. આ વિકાસ યાત્રામાં ધારાસભ્ય મેઘજીભાઈ ચાવડા, જિલ્લા કલેક્ટર બી.કે. પંડ્યા, જિલ્લા વિકાસ અધિકારી વિકલ્પ ભારદ્વાજ, પ્રાંત અધિકારી સ્વપ્નિલ, તાલુકા વિકાસ અધિકારી સોજીત્રા, મામલતદાર, શાળાના વિદ્યાર્થીઓ, અગ્રણીઓ, આજુબાજુના વિસ્તારના રહેવાસીઓ જોડાયા હતાં.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial