Advertisement
Author: નોબત સમાચાર

જામનગરમાં રામ સવારીના નગરભ્રમણ પછી પ્રદર્શન મેદાનમાં રાવણ દહન

સાંસદ, ધારાસભ્યો, મેયર, સંતો, આગવાનો, એસ.પી.ની ઉપસ્થિતિઃ મોટી સંખ્યામાં ઉમટ્યા નગરજનોઃ ખેલાયું રામ-રાવણ યુદ્ધ

ભારતના ભાગલા બાદ જામનગર આવીને વસેલા સીંધી સમુદાય દ્વારા ૭૦ કરતા વધુ વર્ષોથી શહેરમાં દશેરાના દિવસે યોજાતી રામ શોભાયાત્રા અને રાવણ દહનની પરંપરા  આજદિન સુધી જળવાઈ રહી છે. રામ-રાવણની સેનાના લલકાર નગરના માર્ગો પર ગુંજી ઉઠ્યા હતા. વિજયાદશમીના બપોરે નાનકપુરીથી રામસવારી યાત્રાનો પ્રારંભ થયો હતો. જે પવનચક્કી, હવાઇ ચોક, બર્ધનચોક, સજુબા શાળા, બેડીગેટ, લીમડા લાઈન, જિલ્લા પંચાયત થી રાજમાર્ગો પર થઇ પ્રદર્શન ગ્રાઉન્ડ ૫ર પૂર્ણ થઇ હતી. જ્યાં રાવણ દહન કાર્યક્રમ યોજાયો હતો. ખાસ કરીને શોભાયાત્રાના રૂટ પર વાહનોમાં હનુમાનનું પાત્ર બનતા સીંધી સમાજના યુવાનો, ડાગલાઓની હડીયાપટ્ટી જોવા લોકો ઉમટયા હતાં.

જામનગરના પ્રદર્શન ગ્રાઉન્ડમાં આતાશબાજી સાથે રાવણ, કુંભકર્ણ અને મેઘનાથના પુતળાનું દહન કરાયું હતું. જેને જોવા માટે મોટી સંખ્યામાં શહેરીજનો ઉમટી પડ્યા હતા. જામનગરના સિંધી સમાજ દ્વારા સાત રસ્તા સર્કલ પાસે આવેલા પ્રદર્શન મેદાનમાં રાવણ દહનનો કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો. નાનકપુરીેથી વિવિધ પાત્રો સાથે આબેહુબ વેશભૂષામાં રામસવારી નીકળી હતી. જેમાં ભગવાન શ્રીરામની સેના, વાનર સેના, હનુમાનજી, ઋષિમુનિઓના વેશભુષા ના પાત્રો હોય છે. ઉપરાંત અટ્ટહાસ્ય કરતો રાવણ અને તેની સેનાના કુંભકર્ણ, મેઘનાદ જેવા મહારથીઓ અને રાક્ષસોની સેનાના હાકલા પડકારા બાળકોના આકર્ષણનું કેન્દ્ર બન્યું હતું.જે શહેરના મુખ્યમાર્ગો પર ફરીને સાંજે પ્રદર્શન મેદાનમાં પહોંચી અને ત્યાં રામઅને રાવણનું યુદ્ધ બાદ રાવણનો પરાજ્ય થતા રાવણ દહન કરાયું હતું.

આ કાર્યક્રમ માટે સિંધી સમાજના ચેરમેન અને માજી મંત્રી પરમાનંદ ખટ્ટર ના તથા પ્રમુખ ઘનશ્યામદાસ ગંગવાણીના માર્ગદર્શન હેઠળ દશેરા કમિટી અને સમાજના યુવાઓ અને કાર્યકર્તાઓ દ્વારા એક માસ પૂર્વે થી જહેમત ઉઠાવી તૈયારીઓ કરી પૂતળાં બનાવી જે પૂતળાંઓ પ્રદર્શન ગ્રાઉન્ડ૨માં મેઘનાદ અને કુંભકર્ણના ૪૦-૪૦ અને રાવણનું ૫૦ ફુટ જેટલા ઊંચા પુતળા બનાવીને તેમાં ફટાકડા ભરીને ઉભા કરાયા બાદ દશેરા પર્વ ની સાંજે રામ-રાવણના યુદ્ધ બાદ પુતળાઓને ભગવાન શ્રીરામના તીર દ્વારા પલિતો ચાંપવામાં આવ્યા હતા.

મેઘનાદ અને કુંભકર્ણના પુતળાઓમાં ૧૨૦૦-૧૨૦૦ યુનિટ અને રાવણના પુતળામાં ૧૩૦૦ યુનિટ એક્સપ્લોઝીવ ગોઠવવા આગ્રા દિલ્હીથી મધ્યપ્રદેશના કારીગરોની ટીમ આવી હતી. જેના દ્વારા ટ્રોલ્ડ એક્સ્પ્લોઝિવ ચેઈન સીસ્ટમથી ફુટે તેવી ગોઠવણ કરવામાં આવી છે.

રાવણદહન ને નિહાળવા નવતનપુરી ધામ પ્રણામીના સંત કૃષ્ણમણી મહારાજ, દેવભૂમિદ્વારકા અને જામનગર ના સાંસદ પૂનમબેન માડમ, ૭૮ અને ૭૯ વિધાનસભાના ધારાસભ્યો રિવાબા જાડેજા, દિવ્યેશ અકબરી, મેયર વિનોદ ખીમસુરિયા, ડે.મેયર ક્રિષ્નાબેન સોઢા, મનપા સ્ટેન્ડિંગ ચેરમેન નિલેશ કગથરા,દંડક કેતન નાખવા તથા ભાજપ શહેર પ્રમુખ ડો.વિમલ કગથરા અને જામનગર જિલ્લા પોલીસ અધિક્ષક પ્રેમસુખ ડેલુ તથા શહેરી અને ગ્રામ્ય વિસ્તારના નાયબ અધિક્ષક જયવીરસિંહ ઝાલા તથા આર. બી. દેવધા સહિત અનેક રાજકીય અને સામાજિક આગેવાનો હાજર રહ્યા હતાં. સિંધી સમાજ દ્વારા તમામ મહેમાનો અને આગેવાનો ને શાલ ઓઢાડી સન્માન કરવામાં આવ્યું હતું. તેમજ મોટી સંખ્યામાં જનમેદની રાવણ દહન નિહાળવા પ્રદર્શન ગ્રાઉન્ડ પર એકત્રિત થયા હતા જોતજોતામાં રાવણ ને પલીતો ચાંપતા જય જય શ્રીરામના નારાથી સમગ્ર વાતાવરણ ખીલી ઉઠ્યું હતું.

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag

 

વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

https://youtube.com/@Nobatofficial



Advertisement

અન્ય સમાચારો

Advertisement
close
Ank Bandh