Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
રકમ ન ચૂકવાય તો મિલકત ટાંચમાં લેવા આદેશઃ
જામનગર તા. ૧૪ઃ જામનગરની એક પેઢીએ અમદાવાદની પેઢીના મહિલા પ્રોપરાઈટર સામે લેણી રકમ વસૂલવા દાવો કર્યા હતો. અદાલતે તે રકમ વ્યાજ સાથે ચૂકવી આપવા અને રકમ ન ચૂકવાઈ તો તે પેઢીની મિલકત ટાંચમાં લેવા હુકમ કર્યાે છે.
જામનગરમાં ઓનઅલી એમ. મોદી એન્ડ કંપની નામની પેઢીના ભાગીદાર ઓનઅલી મોદીએ પોતાના ભાગીદાર તુષાર નકુમના સંબંધી અને આદિત્ય એન્ટરપ્રાઈઝવાળા પીનાબેન તુષારભાઈ નકુમને ધંધાના વિકાસ માટે રૂ.પ લાખ વ્યાજ વગર આપ્યા હતા.
તે રકમ પરત ચૂકવવામાં આવતી ન હોવાથી ઓનઅલી એ અદાલતમાં લેણી રકમ વસૂલ મેળવવા સમરી સ્યુટ દાવો કર્યાે હતો. તે દાવો ચાલી જતાં અમદાવાદની આદિત્ય એન્ટરપ્રાઈઝ નામની પેઢીવાળા પીનાબેન નકુમ રકમ ન ચૂકવે ત્યાં સુધી છ ટકા વ્યાજ અને રૂ.પ લાખ પણ ચૂકવવા હુકમ કર્યાે છે. તે રકમ ચૂકવવામાં ન આવે તો મિલકતમાંથી વસૂલ મેળવવા અને દાવાનો ખર્ચ પણ ચૂકવવા આદેશ કર્યાે છે. જામનગરની પેઢી તરફથી વકીલ નિતલ ધ્રુવ, ડેનિશા ધ્રુવ, પૂજા ધ્રુવ, આશિષ ફટાણીયા, ડી.એમ. જોષી, અલ્ફાઝ મુદ્રા, અશ્વિન સોનગરા રોકાયા હતા.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial