Advertisement
Author: નોબત સમાચાર

જમ્મુ-કાશ્મીરમાં નવી સરકારની રચના માટેનો માર્ગ મોકળો થયો

રાજ્યમાંથી રાષ્ટ્રપતિ શાસન હટાવાયુંઃ

નવી દિલ્હી તા. ૧૪ઃ રવિવારે જમ્મુ-કાશ્મીરમાંથી રાષ્ટ્રપતિ શાસન હટાવી લેવામાં આવ્યું હતું. જેનાથી કેન્દ્રશાસિત પ્રદેશમાં નવી સરકારની રચનાનો માર્ગ મોકળો થયો છે. કેન્દ્રિય ગૃહ મંત્રાલયે આ અંગે ગેઝેટ નોટિફિકેશન બહાર પાડ્યું છે. તત્કાલિન મુખ્યમંત્રી મહેબુબા મુફ્તીના રાજીનામા પછી જૂન ર૦૧૭ થી જમ્મુ-કાશ્મીરમાં રાષ્ટ્રપતિ શાસન લાગુ કરવામાં આવ્યું હતું.

રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુ દ્વારા હસ્તાક્ષર કરાયેલ નોટિફિકેશનમાં કહેવામાં આવ્યું છે કે, 'જમ્મુ અને કાશ્મીર પુનર્ગઠન અધિનિયમ ર૦૧૯ (ર૦૧૯ ના ૩૪) ની કલમ ૭૩ દ્વારા આપવામાં આવેલી સત્તાઓનો ઉપયોગ કરીને ભારતના બંધારણની કલમ ર૩૮ અને ર૩૯એ સાથે વાચો, જમ્મુ અને કાશ્મીર 'મુખ્યમંત્રીની નિમણૂક પહેલા તરત જ કાશ્મીરના કેન્દ્રશાસિત પ્રદેશના સંદર્ભમાં ૩૧ ઓક્ટોબર ર૦૧૯ નો આદેશ, જમ્મુ અને કાશ્મીર પુનર્ગઠન અધિનિયમ ર૦૧૯ ની કલમ પ૪ હેઠળ રદ કરવામાં આવ્યો છે.'

તાજેતરમાં જ સંપન્ન થયેલી જમ્મુ અને કાશ્મીર વિધાનસભાની ચૂંટણીમાં નેશનલ કોન્ફરન્સ-કોંગ્રેસ ગઠબંધનનો વિજય થયો હતો. નેશનલ કોન્ફરન્સના ઉપાધ્યક્ષ ઓમર અબ્દુલ્લા જમ્મુ-કાશ્મીરના આગામી મુખ્યમંત્રી હશે. તેમને ગઠબંધનના નેતા તરીકે પસંદ કરવામાં આવ્યા છે. અગાઉના જમ્મુ અને કાશ્મીરના રાજ્યને જમ્મુ અને કાશ્મીર અને લદ્દાખ એમ બે કેન્દ્રશાસતિ પ્રદેશોમાં વિભાજિત કર્યા પછી ૩૧ ઓક્ટોબર ર૦૧૯ ના જમ્મુ અને કાશ્મીરમાં રાષ્ટ્રપતિ શાસન લાદવામાં આવ્યું હતું.

જમ્મુ અને કાશ્મીર પુનર્ગઠન અધિનિયમ ર૦૧૯ સંસદ દ્વારા પ ઓગસ્ટ ર૦૧૯ ના પસાર કરવામાં આવ્યો હતો. બંધારણની કલમ ૩૭૦, જે અગાઉના રાજ્યને વિશેષ દરજ્જો આપતી હતી. તે જ દિવસે રદ્ કરવામાં આવી હતી.

૩૧ ઓક્ટોબર ર૦૧૯ પહેલા તત્કાલિન મુખ્યમંત્રી મહેબુબા મુફ્તીના રાજીનામા પછી જૂન ર૦૧૭ થી તત્કાલિન રાજ્યમાં રાષ્ટ્રપતિ શાસન લાગુ હતું. તે સમયે ભારતીય જનતા પાર્ટીએ પીપલ્સ ડેમોક્રેટિક પાર્ટીની આગેવાની હેઠળ સરકારને સમર્થન પાછું ખેંચી લીધું હતું.

 

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag

 

વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

https://youtube.com/@Nobatofficial



Advertisement

અન્ય સમાચારો

Advertisement
close
Ank Bandh