Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
મહારાષ્ટ્ર ચૂંટણી પહેલા મુખ્યમંત્રી શિંદેનો મોટો નિર્ણયઃ
મુંબઈ તા. ૧૪ઃ મહારાષ્ટ્ર વિધાનસભા ચૂંટણી પહેલા મુંબઈ ટોલ ટેક્સ ફ્રી કરવામાં આવી છે. કેબિનેટની બેઠકમાં મોટી જાહેરાત કરતા શિંદેએ કહ્યું કે મુંબઈમાં પ્રવેશતા તમામ પાંચ ટોલ બુથ પર હળવા મોટરવાહનો પાસેથી કોઈ ટોલ વસૂલાશે નહીં.
મહારાષ્ટ્ર વિધાનસભા ચૂંટણી પહેલા મુખ્યમંત્રી એકનાથ શિંદેએ મોટો નિર્ણય લીધો છે. કેબિનેટની બેઠકમાં મોટી જાહેરાત કરતા શિંદેએ કહ્યું કે મુંબઈમાં પ્રવેશતા તમામ પાંચ ટોલ બુથ પર હળવા મોટરવાહનો પાસેથી કોઈ ટોલ વસૂલવામાં આવશે નહીં. સીએમએ કહ્યું કે આ નિર્ણય આજે રાતથી એટલે કે ૧૪ મી ઓક્ટોબરથી લાગુ કરવામાં આવશે.
શિંદે સરકારની આજે મળેલી કેબિનેટ બેઠકમાં ઘણાં મહત્ત્વપૂર્ણ નિર્ણયો લેવામાં આવ્યા હતાં. બેઠકમાં નિર્ણય લેવાયો હતો કે હવે મુંબઈ આવતા કોઈપણ હળવા વાહન પાસેથી ટોલ ટેક્સ લેવામાં આવશે નહીં. આજ રાતથી જ વાશી, મુલુંડ, ઐરોલી, દહિંસર અને આનંદનગર ટોલ પર કોઈપણ હળવા વાહને ટેક્સ ચૂકવવો પડશે નહીં.
ઘણાં વાહનો હળવા વાહનોની શ્રેણીમાં આવે છે. જેમાં કાર, ટેક્સી, જીપ, નાની ટ્રક, વાન અને ડિલિવરી વાન વગેરેનો સમાવેશ થાય છે. આજ રાતથી જ આ વાહનો પર કોઈ ટેક્સ નહીં લાગે.
મહારાષ્ટ્રના મંત્રી દાદાજી દગાડુ ભુસેએ જણાવ્યું કે, મુંબઈમાં પ્રવેશ સમયે દહિંસર ટોલ, આનંદનગર ટોલ, વૈશાલી, ઐરોલી અને મુલુંડ સહિત પ ટોલ પર પ્લાઝા હતાં. આ ટોલ પર રૂ. ૪પ અને રૂ. ૭પ વસૂલવામાં આવતા હતાં. આ ર૦ર૬ સુધી લાગુ હતું.
મંત્રીએ વધુમાં જણાવ્યું હતું કે લગભગ ૩-પ લાખ વાહનો આવતા-જતા હતાં. તેમાંથી લગભગ ૭૦ હજાર ભારે વાહનો અને ર.૮૦ લાખ હળવા વાહનો હતાં. સરકારે આજે મધરાત ૧ર પછી હળવા વાહનોને ટોલમાંથી મુક્તિ આપવાનો નિર્ણય લીધો છે. તેમણે કહ્યું કે લોકો કતારોમાં ઊભા રહીને જે સમય વેડફતા હતાં તે બચી જશે. સરકાર ઘણાં મહિનાઓથી આ અંગે ચર્ચા કરી રહી હતી અને આજે આ ક્રાંતિકારી નિર્ણય લેવામાં આવ્યો છે.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial