Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
જામનગર તા. ૧૪ઃ જામનગરમાં મેઘાવી માહોલ વચ્ચે છેલ્લા ચોવીસ કલાકમાં બે ડિગ્રીના વધારા સાથે મહત્તમ તાપમાન ૩૩.૬ ડિગ્રી નોંધાયું હતું. જેના પગલે બપોરે ગરમી અનુભવાઈ હતી.
જામનગરમાં આજે સવારે ૮ વાગ્યે પૂરા થતાં ચોવીસ કલાકના તાપમાનના આંકડા બાજરા સંશોધન કેન્દ્ર તરફથી પ્રાપ્ત થયા હતાં. જેમાં બે ડિગ્રીના વધારા સાથે મહત્તમ તાપમાન ૩૩.૬ ડિગ્રી જ્યારે કોઈ વધારા કે ઘટાડા વગર લઘુતમ તાપમાન ૨૫.૫ ડિગ્રીએ સ્થિર રહ્યું હતું. મહત્તમ તાપમાનમાં થયેલા વધારાના પગલે ગઈકાલે બપોરે જનતાએ આકરા તાપનો અનુભવ કર્યો હતો.
નગરમાં ગઈકાલે સાંજે વાતાવરણમાં એકાએક પલટો આવ્યો હતો. કાળા ડીબાંગ વાદળોના જમાવડા વચ્ચે વીજળીના ચમકારા થતાં આસો માસમાં પણ અષાઢી માહોલ જોવા મળ્યો હતો. વરસાદી માહોલના પગલે વાતાવરણમાં ભેજનું પ્રમાણ ૬ ટકા વધીને ૯૩ ટકા રહ્યું હતું. પવનની ગતિ પ્રતિ કલાકની સરેરાશ ૧૦ થી ૧૫ કિમીની રહેવા પામી હતી.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial