Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
વિદ્યાર્થીને ઢોર માર મારવાના પ્રકરણમાં
જામનગર તા. ૧૪ઃ જામનગરના વોર્ડ નં. ૧ માં આવેલ શાળામાં વિદ્યાર્થિનીને ઢોર માર મારવાના પ્રકરણમાં શાસનાધિકારી દ્વારા શાળાના આચાર્યોને નોટીસ ફટકારી ખૂલાસો માંગવામાં આવ્યો છે.
આ ઉપરાંત અન્ય એક બાળકને પણ શિક્ષકે માર માર્યાના બનાવે ચર્ચા જગાવી છે. જામનગર મહાનગરપાલિકા સંચાલિત નગર પ્રાથમિક શિક્ષણ સમિતિ હસ્તકની વોર્ડ નં. ૧ ની શાળામાં માસુમ વિદ્યાર્થિનીને શિક્ષકે ઢોર માર માર્યો હતો. આ પછી રમેશભાઈ નામના શિક્ષક ત્રણેક દિવસથી રજા ઉપર ચાલ્યા ગયા છે.
આ બનાવ અંગે આચાર્ય દ્વારા ઉપરી અધિકારીને સચોટ અહેવાલ આપ્યો નહીં હોવાથી આજે શાસનાધિકારી ફાલ્ગુનિબેન પટેલ દ્વારા શાળાના આચાર્ય રિનાબેનને કારણદર્શક નોટીસ આપવામાં આવી છે, અને બે દિવસમાં ખૂલાસો કરવા જણાવ્યું છે.
આ ઉપરાંત આજ શાળાએ ત્રીજા ધોરણના એક બાળક વિદ્યાર્થીને અન્ય એક શિક્ષકે માર માર્યાની પણ ચર્ચા વહેતી થઈ છે. જો કે આ પ્રકરણ હજુ શાસનાધિકારી સુધી પહોંચ્યું નથી. આમ વોર્ડ નં. ૧ ની આ પ્રાથમિક શાળામાં બે વિદ્યાર્થીઓને માર મારવાની ઘટનાએ ભારે ચર્ચા જગાવી છે.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial