Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
ગુજરાતની અનેક નગરપાલિકાઓમાં આર્થિક સંકટઃ
ખંભાળીયા તા. ૧૪ઃ ગુજરાત રાજ્ય સરકાર દ્વારા ર૦૦૧ની સાલમાં રાજ્યની નગરપાલિકાઓમાં ઓકટ્રોયની આવક બંધ કરીને પાલિકાઓને થતી ઓકટ્રોયની આવકને ધ્યાનમાં રાખીને પાલિકાઓને સરકાર તરફથી ગ્રાંટ આપવાની નક્કી થઈ હતી જે વાતને ર૩ વર્ષ થયા પછી પણ ગ્રાંટમાં બહુમોટો વધારો ના થતાં તથા કર્મચારીઓના પગાર ભથ્થામાં મોટો વધારો થતો રહેતા પાલિકાને પગારના સાંસા થતાં હોય એફડી વટાવવી પડે કે કરોડોના વીજબીલો, પાણી પુરવઠાના બીલો બાકી રહે તેવું રાજ્યમાં મોટાભાગની નગર પાલિકાઓમાં થયું છે.
ખંભાળીયા નગરપાલિકા કે જેમાં ર૦૦૧ માં ઓકટ્રોય વિકલ્પ ગ્રાન્ટ આવી ત્યારે વહીવટદાર ડે. કલેકટર બી.જી. પ્રજાપતિનું શાસન હતું જેથી ઓકટ્રોય કડક વસુલાત હોય બહુ જંગી રકમ પાલિકાને ઓકટ્રોય પેટે આવી હતી જે ર૦ર૪માં ૪૪ લાખ મહિને આવે છે પરંતુ તેની સામે પગાર ખર્ચ ૬૪ લાખનું છે. તેમાં પણ ર૦૦૧ થી અત્યાર સુધીમાં મોંઘવારી પ૦ ટકાથી વધુ થઈ ગઈ પાંચમાં પછી ૬ઠ્ઠું અને સાતમું પગારપંચ લાગુ પડ્યું કર્મચારીઓના દર વર્ષે પગાર વધારા ઈજાફા, ઉચ્ચતર પગાર ધોરણ તથા ર૦૦૧ ના ફીકસ પગાર ર૦૦૦-રપ૦૦ હતા તે અત્યારે મીનીમમ વેજીસમા ૧૩ થી ૧૪ હજાર માસિક થઈ ગયા છે !! તેની સામે ઓકટ્રોય વિકલ્પ ગ્રાંટમાં લાંબો વધારો ના થતાં રાજ્યની મોટા ભાગની પાલિકાઓની સ્થિતિ આર્થિક તળીયા ઝાટક જ છે તો અમુક ન.પા. જ્યાં વહીવટદાર શાસન ના હતુ તેની આવક તો હજુ મહિને ૩-પ લાખ જેટલી જ છે. સલાયા જેવી આર્થિક તકલીફો વધતી જાય છે.
ખંભાળીયા પાલિકાની વાત કરીયે તો ૬ર થી ૬૪ લાખ પગાર તે પછી ૧૦-૧ર લાખ ડોર ટુ ડોર સફાઈ, વીજળી બીલ, ડીઝલ બીલ, પરચુરણ ખર્ચ વિગેરે થઈને એક કરોડ થાય અને ગ્રાંટ આવે ૪૪ લાખ એટલે દર માસે પ૬ લાખ ઘર ટેકસ વધારો નહીં ટેકસની પૂરી આવક નહીં તેને કારણે કર્મચારીઓ અધિકારીઓ પગારના છેડા કેમ દર માસે ભેગા કરવા તે ચિંતાજનક રહે છે અને રાજકીય વ્યક્તિઓ મોટાભાગે કર વધારાનો વિરોધ કરે છે. મતનું રાજકારણ છે!!
ખંભાળીયાના અગ્રણી હિતેન્દ્રભાઈ આચાર્ય દ્વારા સમગ્ર ગુજરાતની પાલિકાઓનો આ પ્રશ્ન હોય અનેક નપાઓ પાસે પાણી પુરવઠા વીજળીના કરોડો રૂપિયા બાકી હોય ઓકટ્રોય વિકલ્પ ગ્રાંટમાં વધારો કરવા તથા આ બાબતે પગાર ખર્ચ, મોંઘવારી, કર્મચારીઓના એરીયર્સ, ઉચ્ચતર પગારધોરણ વિગેરેને ધ્યાને રાખીને યોગ્ય કરવા માંગ કરી છે તથા રાજ્યના મુખ્યમંત્રીને આ મુદ્દે વિસ્તૃત રજુઆતો પણ કરી છે. રાજ્યમાં રોજમદાર ફીકસ પગાર કર્મીઓના પગારમાં પણ દર વર્ષે વધારો થતો જાય છે જેથી તેમાં પણ આર્થિક બોજો વધતો જાય છે જેથી યોગ્ય વિચારણા કરવા માંગણી કરી છે.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial