Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
સઘન તપાસના અંતે કાંઈ શંકાસ્પદ વસ્તુ નહીં મળતા હાશકારોઃ ટ્રેનને નિર્ધારિત સ્થળે રવાના કરાઈ
મુંબઈ તા. ૧૪ઃ મુંબઈ હાવડા મેલને બોમબની ધમકી મળી છે. સોશિયલ મીડિયા પોસ્ટમાં નાસિકમાં ટાઈમર દ્વારા બ્લાસ્ટની ધમકી આપવામાં આવી હતી. આ પોસ્ટમાં મહારાષ્ટ્ર પોલીસ માટે પણ અપશબ્દોનો ઉપયોગ કરવામાં આવ્યો છે.
પ્રાપ્ત માહિતી અનુસાર ફઝાલુદ્દીન નામના એકાઉન્ટ દ્વારા ટ્રેનને ઊઠાવી દેવાની ધમકી આપવામાં આવી હતી. ધમકીમાં લખ્યું હતું કે ઓ હિન્દુસ્તાની રેલવે, શું તમે લોકો આજે સવારે લોહીના આંસુ પાડશો. આજે ફ્લાઈટમાં બોમ્બ મૂકવામાં આવ્યો છે અને ટ્રેન ૧ર૮૦૯ માં પણ નાસિક પહોંચતા પહેલા મોટો બ્લાસ્ટ થશે.
બોમ્બ બ્લાસ્ટની ધમકી મળ્યા પછી સોમવારે સવારે ૪ વાગ્યે મુંબઈ હાવડા મેલને જલગાંવમાં રોકીને તેની તલાશી લેવામાં આવી હતી. લગભગ બે કલાકની સઘન તપાસ પછી પણ સુરક્ષા જવાનોને કંઈપણ શંકાસ્પદ મળ્યું ન હતું. બોમ્બ મળવાની ધમકી માત્ર અફવા સાબિત થઈ છે. જે પછી ટ્રેનને રવાના કરવામાં આવી હતી. રેલવેએ જણાવ્યું કે આજે સવારે ૪ વાગ્યાની આસપાસ કંટ્રોલ રૂમને મેસેજ મળ્યો હતો. ટ્રેન નંબર ૧ર૮૦૯ માં બોમ્બ છે. ટ્રેનને જલગાંવ સ્ટેશન પર રોકીને ચેકીંગ કરવામાં આવ્યું હતું. તેમાં કોઈ શંકાસ્પદ વસ્તુ મળી આવી ન હતી. આ પછી ટ્રેનને નિર્ધારિત સ્થળે સરળતાથી દોડાવવામાં આવી હતી.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial