Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
સા૫ર પીર ચોક સઈના વંડાથી શરૂ થઈ બપોરે પુનઃ દરબારગઢ પહોંચ્યા પછી તકરીર ફરમાવવામાં આવશે
જામનગર તા. ૧૪ઃ ગૌષે પાક એટલે મોટા પીરની અગ્યારમી શરીફને દુનિયાભરના સુન્ની-મુસ્લિમો પુરી અકિદત અને અદબ સાથે મનાવે છે.
તા. ૧પ-૧૦-ર૦ર૪, મંગળવારના જામનગર શહેરના સુન્ની-મુસ્લિમ બિરાદરો તરફથી શાનદાર ઝુલુસનું આયોજન કરવામાં આવ્યું છે. જામનગર શહેરમાં સુન્ની-મુસ્લિમ બિરાદરો તરફથી દર વર્ષે અગ્યારમી શરીફને પુરા અદબ અને અહેતરામની સાથે મનાવવામાં આવે છે. બારગાહે ગૌષિયામાં નજરે અકિદત પેશ કરવા હવેથી સવારે ૯ કલાકે શાનદાર ઝુલુસનું આયોજન કરવામાં આવ્યું છે. ઝુલુસ સાયર પીરચોક, સઈના વંડાથી શરૂ થઈ રાબેતા મુજબ હાજીપીર ચોક, ઘાંચીની ખડકી, ગઢની રાંગ, કાલાવડ ગેઈટ રોડ, પાંચહાટડી, દરબારગઢ, જુમ્મા મસ્જિદ, ટાવર મસ્જિદ, ચાંદીબજારથી પુનઃ દરબારગઢ ચોકમં બપોરે ૧ કલાકે સમાપ્ત થશે. રાબેતા મુજબ બારગાહે ગૌષિયામાં ઉલ્માકિરામ દ્વારા તકરીર કરવામાં આવશે.
આ પ્રસંગે દરેક મિલાદ પાર્ટી, સુન્ની જમાતો, કમિટીઓ, સંસ્થાઓ, સ્કૂલો પોતપોતાના બેનરો લઈ અને વાહન ચાલકો વાહનોને શણગારી ઝુલુસમાં સામેલ થવા હાર્દિક આમંત્રણ આપવામાં આવે છે. છેલ્લા કેટલાક સમયથી કેટલાક ના સમાજ લોકો શરીયતની વિરૂદ્ધ જઈ ગૌષે પાકના ઝુલુસમાં અદબ અને અહેતરામના બદલે ફટાકડા ફોડી પોતાની જાહેલીયત અને મઝહબથી વિરૂદ્ધ વર્તન કરતા હોય, જે કારણે સમગ્ર સુન્ની-મુસ્લિમ સમાજના ઉલ્મા-એ કિરામ, સાદતે કિરામ અને તમામ સુન્ની જમાતના આગેવાનોએ સખ્ત નારાજગી દર્શાવી છે, ઝુલુસમાં અદબ અને અહેતરામ સાથે અને માથે રૂમાલ કે ટોપી પહેરીને સામેલ થાય. તેવી ગુજારીસ છે. આ પ્રસંગે સુન્ની-મુસ્લિમ બિરાદરો અચૂક હાજર રહે, બારગાહે ગૌષિયામાં ખિરાજે અકીદત પેશ કરવા સુન્ની-મુસ્લિમ જમાત તરફથી અપીલ કરવામાં આવી છે. ઝુલુસના સમાપન સમયે રાબેતા મુજબ બારગાહે ગૌષિયામાં ખિરાજે અકિદત પેશ કરવામાં આવશે તથા સલાતો-સલામનો નજરો પેશ કરવામાં આવશે.
આ વર્ષે પણ સુન્ની જમાતના પ્રમુખ હાજી જુમ્માભાઈ ખફીએ સુન્ની-મુસ્લિમ બિરાદરોને ઉમંગથી ઝુલુસમાં સામેલ થવા અપીલ કરી છે.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial