Advertisement
Author: નોબત સમાચાર

સિક્કાના દરિયાકાંઠે સાઈટ પર બાર્જની ટેન્કમાં ઉથલી પડેલા શ્રમિકનું મૃત્યુ

ડાયાબિટીસ, બીપીથી પીડાતા ભણગોરના વૃદ્ધનું મોતઃ

જામનગર તા. ૧૪ઃ જામનગરના સિક્કાના દરિયાકાંઠે બોટ રીપેરીંગના કામની સાઈટ પર કલરકામ કરી રહેલા એક પરપ્રાંતિય શ્રમિકનું પગ લપસી જતાં બાર્જની ટેન્કમાં ઉથલી પડ્યા પછી મૃત્યુ નિપજ્યું છે. જ્યારે ભણગોર ગામના ડાયાબિટીસ તથા બ્લડપ્રેશરથી પીડાતા વૃદ્ધનું તબીયત બગડ્યા પછી મૃત્યુ થયું છે.

જામનગર નજીકના સિક્કા સ્થિત દરિયાકાંઠે સકરપીરની દરગાહ સામેના ભાગમાં ગુજરાત મરીન એન્જિનિયરીંગ વર્કસ નામની પેઢીના ચાલતા બોટ રીપેરીંગના કામના સ્થળે મૂળ ઉત્તરપ્રદેશના હરદોઈ જિલ્લાના જોધનપુરા ગામના રામવરણ જગ્ગુ (ઉ.વ.૩૦) નામના યુવાન ગયા શુક્રવારે સાંજે કામ કરતા હતા.

આ યુવાનનો કલરકામ કરતી વેળાએ પગ લપસી જતાં નજીકમાં આવેલા બાર્જના ટેન્કમાં તેઓ ઉથલી પડ્યા હતા. બેભાન બની ગયેલા રામવરણને સારવાર માટે દવાખાને લઈ જવામાં આવ્યા હતા. જ્યાં તેઓનું મૃત્યુ નિપજ્યાનું જહાંગીર જુમાભાઈ સાટીએ પોલીસમાં જાહેર કર્યું છે. સિક્કા પોલીસે અપમૃત્યુની નોંધ કરી તપાસ હાથ ધરી છે.

લાલપુર તાલુકાના ભણગોર ગામમાં રહેતા વલ્લભભાઈ ઠાકરશીભાઈ ભીમાણી નામના સિત્તેર વર્ષના વૃદ્ધ ડાયાબિટીસ તથા બ્લડ પ્રેશરની બીમારીથી પીડાતા હતા. તેઓને ગઈકાલે શ્વાસ લેવામાં તકલીફ થવા લાગતા સારવાર માટે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. જ્યાં આ વૃદ્ધનું મૃત્યુ નિપજ્યું છે. તેમના પુત્ર મનોજભાઈએ પોલીસને વાકેફ કરી છે.

 

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag

 

વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

https://youtube.com/@Nobatofficial



Advertisement

અન્ય સમાચારો

Advertisement
close
Ank Bandh