Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
ખંભાળીયા તા. ૧૪ઃ ખંભાળીયા તાલુકાના પીપળીયા માધુપુર ગામ પાસે આવેલ ઐતિહાસિક અને પ્રાચીન પરચો બતાડનાર કામઈ માતાજીના મંદિરે ગઈકાલે ભકતો દ્વારા અગિયાર હજાર એકસો અગિયાર દીવડાની મહાઆરતીના દર્શન યોજાયા હતાં જેમાં મોટી સંખ્યામાં ભકતો ઉમટ્યા હતાં.
દ્વારકા જિલ્લા કલેકટર જી.ટી. પંડ્યા, પ્રાંત અધિકારી કે.કે. કરમટા તથા દ્વારકા જિલ્લા ભાજપ પ્રમુખ મયુરભાઈ ગઢવી વિગેરે આગેવાનોએ આરતીનો લાભ લીધો હતો તથા ખંભાળીયા મામલતદાર વિક્રમભાઈ વરૂ પણ જોડાયા હતાં.
ઉલ્લેખનિય છે કે કામઈ માતાજીના મંદિર ફરતા વર્ષોથી વિશાળ વૃક્ષો ઉગાડીને કામઈ ધામની પાસે મનુષ્ય દ્વારા બનેલું નાનું વન ઉપવન બનાવાયું છે તથા નવરાત્રિમાં અહીં મોટી સંખ્યામાં ભાવિકો ઉમટે છે.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial