Advertisement
Author: નોબત સમાચાર

નંદનવન સોસાયટી પાસે રિક્ષામાંથી મળી દારૂની ૧૦૭ બોટલઃ ચાલક પલાયન

અન્ય ત્રણ દરોડામાં ત્રણ શખ્સ દારૂ સાથે ઝડપાયાઃ

જામનગર તા. ૧૪ઃ જામનગરની નંદનવન સોસાયટીમાં એક રિક્ષામાંથી પોલીસે દારૂની ૧૦૭ બોટલ કબજે લીધી છે. રિક્ષા મૂકી તેનો ચાલક પલાયન થઈ ગયો છે. ઉપરાંત દરેડ, જોડિયાના બાદનપર અને નાગનાથ નાકા પાસેથી ત્રણ શખ્સ દારૂની ત્રણ બોટલ સાથે પોલીસની ગિરફતમાં આવ્યા છે.

જામનગરના રણજીત સાગર રોડ પર આવેલી કાલિંદી સ્કૂલ નજીક શનિવારે સાંજે એક રિક્ષામાં દારૂની હેરફેર થવાની બાતમી સિટી એ ડિવિઝનના સર્વેલન્સ સ્ટાફના ઋષિરાજ સિંહ, રવિ શર્મા, પ્રદીપસિંહને મળતા પીઆઈ એન.એ. ચાવડાને વાકેફ કરાયા પછી પીએસઆઈ એમ.એન. રાઠોડ તથા સ્ટાફે વોચ રાખી હતી.

તે દરમિયાન જીજે-૮-વાય ૪૩૯૩ નંબરની રિક્ષા પસાર થતાં પોલીસે તેને રોકાવતા તે રિક્ષા મૂકી તેનો ચાલક પલાયન થઈ ગયો હતો. પોલીસે રિક્ષા  ચેક કરતા તે રિક્ષામાંથી ભારતીય બનાવટના અંગ્રેજી શરાબની ૧૬૦ બોટલ મળી આવી હતી. પોલીસે રૂ.૧ લાખની રિક્ષા તથા રૂ.૫૮૧૯૭ની કિંમતનો દારૂનો જથ્થો કબજે કરી રિક્ષા ચાલક તથા તેના માલિકની શોધખોળ હાથ ધરી છે.

જામનગરના નાગનાથ નાકા પાસે આવેલા માઈલ સ્ટોન બિલ્ડીંગ પાસેથી ગઈકાલે બપોરે જીજે-૧૦-ડીસી ૫૩૫૦ નંબરનું એકટીવા લઈને જતા બેડેશ્વરના દેવેન્દ્રસિંહ બચુભા જાડેજાને રોકી પોલીસે ચેક કરતા તેની પાસેથી દારૂની બોટલ મળી આવી હતી. પોલીસે બોટલ, મોબાઈલ, સ્કૂટર કબજે કર્યા છે. આરોપીએ બોટલ પૂરી પાડનાર શાંતિનગરવાળા અજયસિંહ ભરતસિંહ જાડેજાનું નામ આપ્યું છે.

જોડિયા તાલુકાના બાદનપર ગામના પાટીયા નજીકથી ગઈકાલે બપોરે પસાર થતા જોડિયાની કંદોઈ શેરીમાં રહેતા હિતેશગીરી અનિરૂદ્ધ ગીરી ગોસ્વામી નામના શખ્સના કબજામાંથી પોલીસે દારૂની બોટલ ઝબ્બે લીધી છે.

જામનગર નજીક દરેડમાંથી શનિવારે સાંજે રણજીતસાગર રોડ પર વૃંદાવન સોસાયટીમાં રહેતો વિમલ હસમુખભાઈ હીરપરા નામનો શખ્સ જતો હતો તેની પાસેથી ઈંગ્લીશ દારૂની બોટલ મળી આવી છે.

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag

 

વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

https://youtube.com/@Nobatofficial



Advertisement

અન્ય સમાચારો

Advertisement
close
Ank Bandh