Advertisement
Author: નોબત સમાચાર

અગાસી પર પગ લપસી જતાં પટકાયેલા પ્રૌઢનું થયું મૃત્યુ

પુત્રનું પોલીસે નોંધ્યું નિવેદનઃ

જામનગર તા. ૧૪ઃ જામનગરના નવાગામ ઘેડ વિસ્તારમાં રહેતા એક પ્રૌઢ પોતાના ઘરે અગાસી પર પગ લપસી જતા પટકાઈ પડ્યા હતા. તેઓનું સારવારમાં મૃત્યુ નિપજ્યું છે.

જામનગરના નવાગામ ઘેડ વિસ્તારમાં આવેલા વિમલ પાર્કમાં રહેતા સુધીરભાઈ લખમણભાઈ મકવાણા નામના એકાવન વર્ષના પ્રૌઢ ગઈ તા.૭ ની સાંજે પોતાના ઘરે હતા ત્યારે અગાસી પર ગયા હતા. જ્યાં તેઓનો પગ લપસી જતાં તેઓ પટકાઈ પડ્યા હતા.

સારવાર માટે જી.જી. હોસ્પિટલમાં ખસેડવામાં આવેલા સુધીરભાઈનું સારવાર દરમિયાન મૃત્યુ નિપજ્યું છે. તેમના પુત્ર ધરમશીભાઈએ પોલીસને જાણ કરી છે.

 

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag

 

વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

https://youtube.com/@Nobatofficial



Advertisement

અન્ય સમાચારો

Advertisement
close
Ank Bandh