Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
ગેંગમાં ૭૦૦ શૂટર્સઃ ૧૧ રાજ્યોમાં આતંકઃ
નવી દિલ્હી તા. ૧૪ઃ એનસીપી નેતા બાબા સિદ્દીકીની હત્યા માટે લોરેન્સ બિશ્નોઈ ગેંગ જવાબદાર છે. નેશનલ ઈન્વેસ્ટિગેશન એજન્સી અનુસાર આ ગેંગમાં હાલમાં ૭૦૦ શૂટર્સ છે. બિશ્નોઈ ગેંગ પણ દાઉદ ઈબ્રાહીમના પગલે ચાલી રહી છે. એનઆઈએ એ યુએપીએ હેઠળ ઓછામાં ઓછા ૧૬ ગેંગસ્ટરો સામે ચાર્જશીટ દાખલ કરી છે. તેમાં લોરેન્સ બિશ્નોઈ અને ગોલ્ડી બ્રાર પણ છે. આ ચાર્જશીટમાં દાવો કરવામાં આવ્યો છે કે લોરેન્સ બિશ્નોઈ ગેંગ દાઉદ ઈબ્રાહીમની ડી કંપનીના રસ્તે આગળ વધી રહી છે.
એનઆઈએની ચાર્જશીટમાં જણાવવામાં આવ્યું છે કે લોરેન્સ બિશ્નોઈ અને તેની ટેરર સિન્ડિકેટ પરાક્રમી રીતે વીક્સ્યા છે. ૯૦ ના દાયકામાં જે રીતે દાઉદ ઈબ્રાહીમની ગેંગ ઝડપથી વિસ્તરી હતી તે જ રીતે તે આગળ વધી રહી છે. દાઉદ ઈબ્રાહીમે ડ્રગ્સ સ્મગલિંગ દ્વારા પોતાનું નેટવર્ક વિસ્તારવાનું શરૂ કર્યું હતું. આ પછી કલેક્શનનું કામ શરૂ થયું. બાદમાં તેનું નામ એસડી કંપની રાખવામાં આવ્યું. આ ગેંગ પણ પાકિસ્તાનના આતંકવાદીઓ સાથે જોડાઈ હતી. તેવી જ રીતે બિશ્નોઈ ગેંગે પણ નાના ગુનાઓ શરૂ કર્યા હતાં, પરંતુ હવે તે મોટી ગેંગ છે.
એનઆઈએની ચાર્જશીટમાં જણાવાયું છે કે લોરેન્સ બિશ્નોઈ ગેંગનું સંચાલન સતવિંદરસિંહ ઉર્ફે ગોલ્ડી બ્રાર કરે છે, જે કેનેડિયન પોલીસ અને ભારતીય એજન્સીઓની યાદીમાં વોન્ટેડ છે. આ સિવાય બિશ્નોઈ ગેંગમાં ૭૦૦ શૂટર્સ છે જેમાંથી ૩૦૦ પંજાબના છે. ગોલ્ડી બ્રાર અને લોરેન્સ બિશ્નોઈની તસ્વીરો ફેસબુક, ઈન્સ્ટાગ્રામ અને યુટ્યુબ પર શેર કરવામાં આવી છે. બિન્શોઈને કોર્ટમાં લઈ જવાની તસ્વીર સોશિયલ મીડિયા પર પોસ્ટ કરીને યુવાનોને ગેંગમાં સામેલ કરવાનો પ્રયાસ કરવામાં આવી રહ્યો છે.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial