Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
આસોમાં અષાઢી માહોલ જોવા મળ્યોઃ
જામનગર તા. ૧૪ઃ આસો માસમાં અષાઢી માહોલ જોવા મળતા લોકોમાં પણ આશ્ચર્ય સર્જાયું હતું. હાલારમાં શનિવાર પછી આજે સવાર સુધીમાં ઝાપટાથી અઢી ઈંચ જેટલો વરસાદ થતા નવરાત્રિના છેલ્લા દિવસે ગરબીમાં વિક્ષેપ થયો હતો. તો તૈયાર મગફળી અને કપાસના વાવેતરમાં ભારે નુક્સાન થયું હતું.
આમ તો ચોમાસાએ વિધિવત વિદાય લીધી હતી, પરંતુ વધુ એક સિસ્ટમ સર્જાતા મેઘરાજાનું આગમન થયું છે. રવિવારે સવારે પૂરા થતાં ર૪ કલાકમાં જામજોધપુરમાં ૬૦ મી.મી. જેટલો સારો વરસાદ થતા ગામમાં પાણી વહેતા થયા હતાં. આ ઉપરાંત કાલાવડમાં ર૮ મી.મી., લાલપુરમાં ૬ મી.મી., ધ્રોળમાં ૪ મી.મી. અને જોડિયામાં ૪ મી.મી. વરસાદ નોંધાયો હતો.
જ્યારે આજે સોમવારે સવારે પૂરા થતાં ર૪ કલાકમાં લાલપુરમાં રપ મી.મી. એટલે કે એકઈંચ, કાલાવડમાં ૧૧ મી.મી., જામજોધપુરમાં ૮ મી.મી. અને ધ્રોળમાં ૪ મી.મી. વરસાદ નોંધાયો છે.
આ ઉપરાંત અનેક ગામડામાં પણ ગઈકાલે સારો વરસાદ થયાના વાવડ છે. જેમાં શેઠવડાળામાં અઢી ઈંચ, મોટા વડાળા, નિકાવામાં પોણાબે ઈંચ, જ્યારે ધ્રાફા, વાંસજાળિયા અને જામવણંથલીમાં એક એક ઈંચ વરસાદ થયો છે.
દેવભૂમિ દ્વારકા જિલ્લામાં આ વર્ષે જગતના તાત માટે મેઘરાજા છેવટ સુધી વેરીના રૂપમાં રહ્યા હોય તેમ જણાય છે. પાક તૈયારી સ્થિતિમાં છે ત્યારે એકથી અઢી ઈંચ વરસાદ થયો છે. આમ તૈયાર પાક ધોવાઈ જતા ખેડૂતોની સ્થિતિ ખરાબ થઈ છે.
પ્રથમ સારો વરસાદ પછી એક સાથે ૩૬ ઈંચ વરસાદ પડી મોસમનો ૯૦ ઈંચ વરસાદ પછી વરસાદ ખેંચાયો. ખેડૂતોએ મહા મહેનતે પાકને બચાવ્યો હતો.
ફરી વખત ગઈકાલે વરસાદ થતા કપાસ, મગફળીને ભારે નુક્સાન થયું છે. ખંભાળિયામાં ગઈકાલે પોણા બે ઈંચ વરસાદ થયો હતો, જ્યારે ભાતેલ, વિંજલપુર, કેશોદ, શેરડી, લાલપરડા સહિતના ગામોમાં બે થી અઢી ઈંચ વરસાદ થયો હતો. આ વરસાદથી અહિંના ખેડૂતોને વ્યાપક નુક્સાન થયું છે.
ગઈકાલ ઉપરાંત આગલા દિવસે પણ ખંભાળિયામાં વરસાદ થતા ઠેર-ઠેર પાણી ભરાયા હતાં. વરસાદથી છેલ્લા નોરતે ગરબીમાં પણ વિક્ષેપ થયો હતો. ખંભાળિયાના વડાત્રામાં આકાશી વીજળી ત્રાટકતા ભેંસનું મૃત્યુ થયું હતું, તો વીજ કંપનીને પણ વીજળીથી નુક્સાન થયાના વાવડ છે.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial