Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
અમરેલીમાં આ શખ્સ સામે નોંધાયેલો છે ગુન્હોઃ
જામનગર તા. ૧૪ઃ લાલપુરના મોટા પાંચસરા ગામમાં આવેલા એક ખેતરમાંથી લાલપુર પોલીસે મૂળ મધ્યપ્રદેશના વતની એવા શ્રમિકને દબોચી લીધો છે. આ શખ્સ સામે અમરેલી પોલીસ સ્ટેશનમાં ગુન્હો નોંધાયેલો છે.
લાલપુર તાલુકાના મોટા પાંચસરા ગામમાં આવેલા કરશનભાઈ નામના ખેડૂતના ખેતરમાં મજૂરીકામ માટે આવીને રહેતા એક શખ્સ સામે અમરેલી પોલીસ સ્ટેશનમાં ગુન્હો નોંધાયેલો હોવાની બાતમી મળતા લાલપુરના પીઆઈ કે.એલ. ગળચર, પ્રોબે. પીએસઆઈ એ.જી. જાડેજા તથા સ્ટાફે કરશનભાઈ પરમારના ખેતરમાં ધસી જઈ ત્યાંથી જગદીશ ઉર્ફે કાળુ ભાવસિંહ હટીરા નામના આદિવાસી શખ્સની અટકાયત કરી હતી.
પોલીસ મથકે ખસેડાયેલા આ શખ્સની પૂછપરછ કરાતા તેની સામે ચાલુ વર્ષમાં અમરેલી જિલ્લાના પોલીસ સ્ટેશનમાં બીએનએસની કલમ ૧૧૮ (૧), ૧૧૫ (ર), ૭૦ (૧), ૮૭, ૬૧ (ર), જીપી એક્ટની કલમ ૧૩૫ (૧) હેઠળ ગુન્હો નોંધાયેલો હોવાનું ખૂલ્યું છે. મૂળ મધ્યપ્રદેશના અલીરાજપુર જિલ્લાના આ શખ્સનો કબજો અમરેલી પોલીસને સોંપવાની તજવીજ કરાઈ છે.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial