Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
દિવ્યાંગોને મળવાપાત્ર વિવિધ લાભો અપાશેઃ
જામનગર તા. ૧૪ઃ જામનગર જિલ્લામાં ભારત સરકારના ભારતીય કૃત્રિમ અંગ નિર્માણ નિગમ (એલીમ્કો) અને જિલ્લા વહીવટી તંત્ર જામનગર દ્વારા દિવ્યાંગોને જરૂરિયાત મુજબ મળવાપાત્ર સાધન નક્કી કરવા માટે પ્રાથમિક ચકાસણી કેમ્પનું આયોજન કરવામાં આવેલ છે. જરૂરીયાતમંદ દિવ્યાંગોએ નવુ દિવ્યાંગતા પ્રમાણપત્ર ક્યુઆર કોડવાળું યુડીઆઈડી કાર્ડ, આવકનું પ્રમાણપત્ર, બીપીએલ રાશનકાર્ડ, બીપીએલનો દાખલો, આધારકાર્ડ સાથે જાતે જ સ્વખર્ચે પોતાના રહેઠાણથી જણાવ્યા મુજબના નજીકના સ્થળે હાજર રહવા જાણ કરવામાં આવે છે. જેમાં જામનગર શહેર, જામનગર ગ્રામ્ય અને કાલાવડ તાલુકાના દિવ્યાંગો માટે તા. ૧૪-૧૦-ર૦ર૪ થી તા. ૧૬-૧૦-ર૦ર૪ સુધી જી.જી. હોસ્પિટલ, મેડિકલ કોલેજનું પાર્કિંગ, સોલેરીયમ પાસે, નવી ઓપીડી જામનગરમાં સવારે ૯ થી સાંજના પ વાગ્યા સુધી, લાલપુર તથા જામજોધપુર તાલુકા માટે તા. ૧૭ તથા તા. ૧૮-૧૦-ર૦ર૪ ના સરકારી હોસ્પિટલ સીએચસી સેન્ટર, બી.આર.સી. ભવન પાસે, લાલપુરમાં સવારે ૯ થી સાંજના પ સુધી તેમજ ધ્રોલ તથા જોડિયા તાલુકા માટે તા. ૧૯ તથા તા. ર૦-૧૦-ર૦ર૪ સુધી સરકારી હોસ્પિટલ સીએચસી સેન્ટર ધ્રોલમાં સવારે ૯ થી સાંજે પ કલાક સુધી આ દિવ્યાંગ સાધન સહાય એસેસમેન્ટ કેમ્પ યોજાશે. વધુ માહિતી માટે જિલ્લા સમાજ સુરક્ષા અધિકારીની કચેરી, જામનગર ૦ર૮૮-રપ૭૦૩૦૬ નો સંપર્ક કરી શકાશે.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial