Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
શિક્ષણ, સફાઈ, પાણી જેવી સમસ્યાઓ નહીં ઉકેલો તો આંદોલનની ચિમકી
જામનગર તા. ૧૪ઃ જામનગરમાં જોડીયાભુંગા, બેડી, બેડેશ્વર, ગરીબનગર, પાણાખાણ, વાલસુરા રોડ, ધરારનગરમાં નબળા વર્ગના લોકો વસવાટ કરે છે. જ્યાં શિક્ષણ, સફાઈની સહિતની સુવિધા અપૂરતી છે.
બેડી-જોડીયાભુંગા માર્ગમાં બન્ને તરફ બાવળના ઝાડ ઉગી નીકળ્યા છે. આથી રાત્રે વાહનચાલકોને પરેશાની ભોગવવી પડે છે.
દિવેલીયા ચાલી વિસ્તારમાં ગંદકીનું સામ્રાજ્ય તેમજ પાણી વિતરણ પણ પૂરતા પ્રમાણમાં થતું નથી. તેમજ રોડ પણ બિસ્માર હાલતમાં છે. જોડીયાભુંગામાં સફાઈના અભાવે રોગચાળો ફેલાવવાની દહેશત છે. અહીં દવા છંટકાવની પણ જરૂરિયાત છે. જોડીયાભુંગા-માધાપર ભુંગા વચ્ચે પસાર થતાં રીંગ રોડ પર વસવાટ કરતા લોકો નર્કાગારની સ્થિતિમાં જીવી રહ્યા છે.
આ વિસ્તારમાં શિક્ષણનું સ્તર નબળું છે. શિક્ષકો યોગ્ય પ્રયાસ પણ કરતા નહીં હોવાનું જોવા મળે છે. હાઈસ્કૂલને બંધ કરી દેવામાં આવી છે.
આમ પ્રાથમિક સુવિધાઓ સત્વરે પૂર્ણ કરવી જોઈએ અન્યથા ૩૦ દિવસ પછી આંદોલન કરવાની ફરજ પડશે તેવી રજુઆત અલ હુશેની એજ્યુકેશન એન્ડ ચેરી. ટ્રસ્ટના પ્રમુખ જાફરભાઈ હારૂનભાઈ છરૈયાએ મ્યુનિ. કમિશનરને પાઠવેલ પત્રમાં કરી છે.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial