Advertisement
Author: નોબત સમાચાર

રાજા દ્વારકાધીશે ધારણ કર્યા ઢાલ-તલવાર

વિજયા દશમી પર્વે વિશેષ વસ્ત્ર પરિધાન

દ્વારકાધીશ જગતમંદિરમાં દશેરા પર્વની ઉજવણી કરવામાં આવી હતી. દ્વારકાના રાજાધિરાજ દ્વારકાધીશને શસ્ત્રોથી સજજ સ્વરૂપમાં વિશિષ્ટ શ્રૃંગાર મનોરથ યોજવામાં આવ્યો હતો. જગતમંદિરના પૂજારી પ્રણવભાઈના જણાવ્યાનુસાર વિશેષ દિવસોમાં ઠાકોરજીને જડાવી ધારણ કરવામાં આવે છે. જેમાં ઠાકોરજી શંખ, ચક્ર, ગદા તથા પદ્મ ધારણ કરે છે. દશેરામાં ક્ષત્રિય સમાજ દ્વારા શસ્ત્ર પૂજન કરાતું હોય રાજાધીરાશ પણ દ્વારકાના રાજા હોય વિશેષ વસ્ત્ર પરિધાન અને તલવાર તથા ઢાલ ધારણ કરવામાં આવ્યા હતાં. ઠાકોરજીના દિવ્ય શ્રૃંગાર દર્શન મનોરથનો લાભ ભાવિકાએ પ્રત્યક્ષ તેમજ ઓનલાઈનના વિવિધ માધ્યમોથી લીધો હતો.

 

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag

 

વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

https://youtube.com/@Nobatofficial



Advertisement

અન્ય સમાચારો

Advertisement
close
Ank Bandh