Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
નવરાત્રિ સાથે યોગ અને આરોગ્યનું સંકલન
જામનગર તા. ૧૪ઃ જામનગરરમાં નવરાત્રિની ઉજવણીમાં એક અનોખો રંગ જોવા મળ્યો. ગુજરાત રાજ્ય યોગ બોર્ડના કોચ, ટ્રેનર્સ અને સાધકોએ નવરાત્રિ દરમિયાન યોગ અને આધ્યાત્મિકતાનું અદ્દુત સંકલન કર્યું હતું. આયોજક સંજયભાઈ જાની અને કૈલાશભાઈ બદીયાણીના નેતૃત્વમાં યોજાયેલા આ કાર્યક્રમમાં ૧૭પ થી વધુ યોગીઓએ ગરબે ઝૂમીને માં નવદુર્ગાની આરાધના કરી હતી. યોગ ગુરૂ પ્રિતિબેન શુકલની ઉપસ્થતિમાં યોજાયેલા આ કાર્યક્રમમાં જામનગરમાં ચાલતા ૮પ યોગ વર્ગોના પ્રતિનિધિઓએ ભાગ લીધો હતો.
યોગીઓએ જામનગરના વિવિધ વિસ્તારોમાં જઈને લોકોને યોગ દ્વારા નિરોગી બનવા માટે પ્રેરિત કર્યા હતાં. પ્રીતિબેન શુકલે જિલ્લા કોઓર્ડિનેટર હર્ષિદાબેન ભદ્રાએ આવા આયોજનો દર વર્ષે થાય અને યોગીઓ નવરાત્રિના માધ્યમથી લોકો સુધી યોગ સેન્ટર પહોંચાડે તેવી ઈચ્છા વ્યકત કરી હતી. આ કાર્યક્રમ દ્વારા યોગ અને આધ્યાત્મિકતાનું સુંદર સંકલન જોવા મળ્યું હતું.
આ કાર્યક્રમ એક ઉદાહરણ છે કે કેવી રીતે આપણે આપણી પરંપરાઓને આધુનિક જીવનશૈલી સાથે જોડી શકીએ છીએ અને સ્વસ્થ અને સુખી જીવન જીવી શકીએ છીએ. આ કાર્યક્રમ દ્વારા જામનગરમાં યોગની જાગૃતિ ફેલાવવામાં મહત્ત્વની ભૂમિકા ભજવાઈ છે. આવા કાર્યક્રમો દ્વારા જામનગર નિરોગી અને સ્વચ્છ શહેર બનવા તરફ આગળ વધી રહ્યું છે.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial