Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
નશાની હાલતમાં નીકળેલા નાગરિકો પર ઉતરશે તવાઈઃ
જામનગર તા. ૨૯ઃ જામનગરમાં આગામી રવિવારે સાંજથી માંડી સોમવારે સવાર સુધી જિલ્લાભરની પોલીસ સઘન ચેકીંગ હાથ ધરશે. થર્ટી ફર્સ્ટની ઉજવણીમાં કોઈ નાગરિક નશાની હાલતમાં ઝડપાશે તો પોલીસ ગુન્હો નોંધવા સહિતની કામગીરી કરશે. જામનગરમાં પ્રવેશવાના તમામ રસ્તાઓ અને જિલ્લાભરમાં ૬૨ પોલીસ ટૂકડી ચેકીંગ કાર્યવાહી કરશે તેમ એસપીએ જણાવ્યું છે.
જામનગરમાં આગામી રવિવારે થર્ટી ફર્સ્ટની ઉજવણી માટે જુદા જુદા સ્થળોએ વિવિધ આયોજનો થઈ રહ્યા છે ત્યારે રાત્રિના સમયે યોજાનારા રંગારંગ કાર્યક્રમો પર પોલીસ બાજનજર રાખશે. તે માટે જિલ્લા પોલીસવડા પ્રેમસુખ ડેલુ દ્વારા ખાસ આયોજન ઘડી કાઢવામાં આવ્યંુ છે.
જામનગર શહેરમાં આવેલા કેટલાક સ્થળો અને જામનગર સાથે જોડાયેલા ધોરીમાર્ગ પર કેટલીક હોટલો અને પાર્ટી પ્લોટમાં નવા વર્ષના વધામણા માટે રંગારંગ કાર્યક્રમો યોજાવાના છે ત્યારે સમગ્ર જિલ્લામાં પોલીસની ૬૨ ટૂકડી તૈનાત કરવામાં આવી છે. એલસીબી, એસઓજી ઉપરાંત જામનગર શહેરના ત્રણેય ડિવિઝનની પોલીસ ટીમો અને જિલ્લાભરના પોલીસ મથકોમાં ફરજ બજાવતા પોલીસ સ્ટાફની આ ટૂકડીઓ ખાસ ચેકીંગ હાથ ધરશે.
નવા વર્ષની ઉજવણી દરમિયાન નશામાં કોઈ નાગરિક છાકટુ બની જાય તો તેઓને કાયદાનો પાઠ ભણાવવા માટે તૈયારીઓ કરવામાં આવી રહી છે અને ખાસ કરીને નશાની હાલતમાં વાહન ચલાવતા નાગરિકો સામે પણ વિશેષ કામગીરી કરવામાં આવશે. પોલીસ આ ટૂકડીઓ જામનગર જિલ્લાની તમામ ચેકપોસ્ટ પર બાજનજર રાખશે અને જામનગર શહેરમાં પ્રવેશવાના માર્ગાે પર પણ વાહન ચેકીંગ સહિતની સઘન કાર્યવાહી કરવામાં આવશે.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial