Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
સ્ત્રી સશક્તિકરણ માટે અનોખી પહેલ
ખંભાળીયા તા. ર૯ઃ બેટી બચાઓ બેટી પઢાઓ યોજના દીકરીના જન્મદરમાં વધારો લાવવા, દિકરીઓનું સમાજમાં સર્વાંગી સશક્તિકરણ કરવા, દિકરીના શિક્ષણમાં વધારો કરવા અને ડ્રોપ આઉટ રેશીયો ઘટાડવા તથા બાળ લગ્નઅટકાવવા માટે અમલમાં મુકવામાં આવી છે. સમાજમાં જાગૃતતા આવે અને યોજનાના હેતુ સાર્થક કરવા માટે ખંભાળીયા તાલુકાના ૪૭ ગામોમાં (૧) ગુડ્ડા ગુડ્ડી બોર્ડ (ર) મહિલા સહાયતા માટેના સંપર્ક નંબર બોર્ડ અને (૩) બાળકોની જાતીય સતામણીથી રક્ષણ માટે જાગૃતિ બોર્ડ જિલ્લા મહિલા અને બાળ અધિકારીની કચેરી દ્વારા આંગણવાડી અને શાળામાં લગાડવામાં આવ્યા છે.
ગુડ્ડા ગુડ્ડી બોર્ડ આ બોર્ડમાં ગામ, હાલનું બાળજાતિ દરની માહિતી અને ગામમાં દર મહિને જન્મ લેતા દીકરી અને દીકરીની માહિતી અધ્યતન કરવામાં આવશે જેથી ગામના લોકો બાળ જાતિ દર વિશે અવગત રહે અને તે અંગે મનોમંથન કરી દીકરી દીકરાના જાતિય પ્રમાણ સમાન લાવવા માટે પગલાં ભરે. મહિલા સહાયતા માટેના સંપર્ક નંબર બોર્ડ - મહિલાઓને તાત્કાલિક જરૃરિયાતના સમયે ઉપલબ્ધ સેવાઓ જેવી કે અભયમ ૧૮૧ મહિલા હેલ્પલાઈન, સખી વન સ્ટોપ સેન્ટર, પોલીસ સ્ટેશન બઈઝડ સપોર્ટ સેન્ટર વગેરે સેવાઓના સંપર્ક નંબર સાથે બોર્ડમાં દર્શાવેેલ છે. જે તાત્કાલિક સંપર્ક નંબર મહિલાઓ આ સેવાઓ મેળવવા માટે ઉપયોગી બનશે.
બાળકોની જાતીય સતામણીથી રક્ષણ માટે જાગૃતિ બોર્ડ બાળકોને ઉપયોગી બની રહે તે માટે બાળકોની જાતીય સતામણીથી રક્ષણ માટે જાગૃતિ બોર્ડ શાળાઓમાં લગાવવામાં આવેલ છે. જેમાં બાળકોને ઉપયોગી ચાઈલ્ડ હેલ્પ લાઈન નંબર ૧૦૯૮, પોલીસ હેલ્પ લાઈન ૧૦૦ વગેરે દર્શાવેલ છે જે બાળકોને ફરિયાદ કરવા માટે ઉપયોગી બની રહેશે.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial