Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
રાજ્યના કેબિનેટ મંત્રી મૂળુભાઈ બેરાના હસ્તે
ખંભાળિયા તા. ર૯ઃ દેવભૂમિ દ્વારકા જિલ્લાના ભાણવડ તાલુકાના ભરતપુર ગામે પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર ગુંદાના તાબા હેઠળ ભરતપુર સબ સેન્ટરનું રાજ્યના કેબિનેટ મંત્રી મૂળુભાઈ બેરા હસ્તે લોકાર્પણ કરવામાં આવ્યું હતું.
આ પેટા આરોગ્ય કેન્દ્ર જે અગાઉ હેલ્થ એન્ડ વેલનેસ સેન્ટર તરીકે ઓળખાતું તે હવે આયુષ્માન આરોગ્ય મંદિર તરીકે ઓળખાશે. આ નવનિર્મિત પેટા આરોગ્ય કેન્દ્ર કુલ રૃા. રપ લાખના ખર્ચે નિર્માણ પામેલ છે. જ્યાં આરોગ્યની ટીમ દ્વારા વિવિધ ૧ર પ્રકારની સેવાઓ આપવામાં આવશે. જેમાં બ્લડપ્રેશર, ડાયાબિટીસની તપાસ, નિદાન અને સામાન્ય રોગચાળા સંદર્ભે સારવાર આપવામાં આવશે. આ તકે જિલ્લા વિકાસ અધિકારી એસ.ડી. ધાનાણી, તાલુકા વિકાસ અધિકારી નવીન બૈડિયાવદરા, તાલુકા હેલ્થ ઓફિસર ડો. પ્રકાશ ચાંડેગ્રા, ધી જામનગર ડિસ્ટ્રીક્ટ કો.ઓપ. બેંકના ચેરમેન પી.એસ. જાડેજા, અગ્રણીઓ ગોવિંદ કનારા, વી.ડી. મોરી, ચેતન રાઠોડ, હમીર કનારા, સુરેશ આંબલિયા સહિત આરોગ્ય વિભાગનો સ્ટાફ ઉપસ્થિત રહ્યો હતો.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial