Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
આઘાત પામેલી યુવતીએ દવા પી લીધી હતીઃ
જામનગર તા. ૨૯ઃ જામનગરના સુમેર કલબ રોડ પર એક હોસ્પિટલમાં ત્રણ સપ્તાહ પૂર્વે એક યુવતીએ વિષપાન કર્યું હતું. તેણીનું સારવાર કારગત નિવડે તે પહેલાં મૃત્યુ થયું હતું. આ યુવતીને પાંચેક વર્ષથી પ્રેમજાળમાં ફસાવી ચંગાના એક શખ્સે લગ્નનું પ્રલોભન આપ્યું હોય અને તે પછી પોતાના લગ્ન અન્યત્ર નક્કી કરી લેતાં આઘાત પામેલી આ યુવતીએ આત્મહત્યા કરી હોવાની ફરિયાદ તેણીની માતાએ પોલીસમાં નોંધાવી છે. આત્મહત્યાની દુષ્પ્રેરણાનો ગુન્હો નોંધાયો છે.
જામનગરના સુમેર કલબ રોડ પર આવેલા એસટી ડેપો નજીક ડો.પોપટની હોસ્પિટલમાં ગઈ તા.૩ની સવારે યોગીતાબા અજીતસિંહ રાઠોડ નામના યુવતીએ કોઈ ઝેરી દવા પી લીધી હતી. આ યુવતીને સારવાર માટે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા પછી તેણીનું ટૂંકી સારવારના અંતે મૃત્યુ નિપજ્યું હતું.
ઉપરોક્ત બનાવ પછી ગઈકાલે આ યુવતીના માતા અને નવાગામ ઘેડમાં રહેતા કુસુમબા અજીતસિંહ રાઠોડે સિટી-એ ડિવિઝન પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી છે. જેમાં તેઓએ જણાવ્યા મુજબ જામનગર તાલુકાના ચંગા ગામના દિવ્યરાજસિંહ પ્રવીણસિંહ ચાવડા નામના શખ્સ સાથે તેમની પુત્રી યોગીતાબા (ઉ.વ.ર૬) સંપર્કમાં આવી હતી. તે પછી દિવ્યરાજસિંહે પ્રેમજાળમાં લપેટી યોગીતાબાને લગ્નનું પ્રલોભન આપ્યું હતું.
પાંચેક વર્ષ સુધી પ્રેમસંબંધ રાખ્યો તે દરમિયાન આ યુવતીનો ખોટો ઉપયોગ કરી દિવ્યરાજસિંહે લગ્ન કરવા અંગેનું એક લખાણ પણ કર્યું હતું. તે પછી દગો આપી આ શખ્સે પોતાના લગ્ન અન્યત્ર નક્કી કરતા યોગીતાબાને તેની જાણ થઈ હતી. આઘાત પામેલા આ યુવતીએ મરી જવાનો કઠોર નિર્ણય કરી ગઈ તા.૩ના દિને વિષપાન કર્યુ હતું અને તેણીનું મૃત્યુ નિપજ્યું હતું. પોલીસે આ ફરિયાદ પરથી દિવ્યરાજસિંહ પ્રવીણસિંહ ચાવડા સામે આઈપીસી ૩૦૬ હેઠળ ગુન્હો નોંધ્યો છે.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial