Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
પ્રાંત અધિકારીએ કર્યાે હુકમઃ
જામનગર તા. ૨૯ઃ જામનગરના નારણપરમાં આવેલી ખેતીની એક જમીન અંગે વારસાઈ નોંધ કરવા તજવીજ કરાતા તેની સામે વાંધો લેવાયો હતો. પ્રાંત અધિકારીએ વાંધા સાથે રજૂ થયેલી દલીલો ગ્રાહ્ય રાખી નોંધ નામંજૂર કરી છે.
જામનગરના નારણપર ગામના નંદુબેન મોહનભાઈ નંદાના ખાતામાં આવેલી ખેતીની જમીન અંગે શાંતિલાલ મોહનભાઈ અને શૈલેષ મોહનભાઈ નંદાએ વશીયતનામુ રજૂ કરી ઈ-ધરા કચેરીમાં નોંધ દાખલ કરવા પ્રયાસ કર્યાે હતો.
તેની સામે જયસુખભાઈ ગિરધરલાલ નંદાએ વાંધો રજૂ કર્યાે હતો. જેમાં તેઓએ જણાવ્યું હતું કે, વશીયતનામુ શંકાસ્પદ છે અને તે જગ્યામાં તેમનો અને અન્ય લોકોનો વારસાઈ હક્ક છે. તે ઉપરાંત વીલ માટે કોર્ટમાંથી પ્રોબેટ પણ મેળવાઈ હતી. પ્રાંત અધિકારીએ તે રજૂઆતો ગ્રાહ્ય રાખી નોંધ નામંજૂર કરી છે. વિવાદી તરફથી વકીલ જય અગ્રાવત રોકાયા છે.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial