Advertisement
Author: નોબત સમાચાર

જામનગરના નવ, દેવભૂમિ દ્વારકાના ત્રણ પોલીસકર્મી બન્યા પીએસઆઈ

રાજ્યના ૫૨૩ એએસઆઈને અપાયું પ્રમોશનઃ

જામનગર તા. ૨૯ઃ રાજ્યના બિનહથિયારધારી પોલીસતંત્રમાં એએસઆઈની ફરજ બજાવતા અને ખાતાકીય પરીક્ષામાં ઉત્તીર્ણ થનાર ૫૨૩ કર્મચારીઓને પીએસઆઈ તરીકે બઢતી આપવામાં આવી છે. જેમાં જામનગર જિલ્લાના ૯ અને દેવભૂમિ દ્વારકા જિલ્લાના ૩ અધિકારીને બઢતી મળી છે.

રાજ્યભરના બિન હથિયારધારી ૫ોલીસતંત્રમાં આસી. પોલીસ સબ ઈન્સ.ની ફરજ બજાવતા અને ખાતાકીય બઢતી પરીક્ષામાં ઉત્તીર્ણ થયેલા અધિકારીઓને સિનિયર એએસઆઈ બઢતી માટે લાયક ઠરે ત્યારે સિદ્ધાંત મુજબ રિવર્ટ કરવાની શરતે પીએસઆઈ તરીકે બઢતી આપતો હુકમ રાજ્યના મુખ્ય પોલીસવડા વિકાસ સહાય દ્વારા ગઈકાલે કરવામા આવ્યો છે.

રાજ્યના તમામ જિલ્લામાં ફરજ બજાવતા એએસઆઈ માંથી ૫૨૩ કર્મચારીઓને પીએસઆઈ તરીકે બઢતી આપવામાં આવી છે. જેમાં જામનગરના રમેશ વી. રાઠોડને બઢતી આપી પીએસઆઈ તરીકે દેવભૂમિ દ્વારકા જિલ્લામાં મુકવામાં આવ્યા છે. જ્યારે દ્વારકા જિલ્લામાંથી પુરીબેન આર. કારાવદરાને બઢતી સાથે જામનગર નિયુક્તિ અપાઈ છે.

તે ઉપરાંત દ્વારકાના દામજીભાઈ એસ. નકુમ, જામનગરના જગતસિંહ જી. જાડેજા, મીરાબેન વી. દવે, સંજય પી. ભટ્ટ, રાજેન્દ્ર એલ. પંડયા, જયશ્રીબેન એમ. અગ્રાવત, પુનીત એમ. મકવાણા, રામભાઈ સી. ચાવડા સહિતના નવ એએસઆઈને પીએસઆઈ તરીકે બઢતીના ઓર્ડર પ્રાપ્ત થયા છે.

 

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag

 

વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

https://youtube.com/@Nobatofficial



Advertisement

અન્ય સમાચારો

Advertisement
close
Ank Bandh