Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
કોમોર્બિડિટી ધરાવતા દર્દીઓ વિશેષ કાળજી રાખે તે જરૃરી
અમદાવાદ ત ા. ર૯ઃ ગુજરાતમાં નવા વેરિયેન્ટના ૪૦ કેસ નોંધાયા છે, જ્યારે છેલ્લા ર૪ કલાકમાં કોરોનાના ૧૪ નવા કેસ સામે આવ્યા છે. કોમોર્બિડિટી એટલે કે ગંભીર રોગો ધરાવતા દર્દીઓને વિશેષ કાળજી રાખવા જણાવાયું છે. ગુજરાતમાં કોરોનાના નવા વેરિયેન્ટ જેએન-૧ ના કેસની સંખ્યા વધીને ૪૦ ઉપર પહોંચી ગઈ છે. ગુજરાતમાં ગત્ સપ્તાહે કોવિડના એક્ટિવ કેસની સંખ્યા માંડ ર૩ આસપાસ હતી જે ગુરુવારે વધીને ૬૬ ને પાર થઈ ગઈ છે. આમ ધીમી ગતિએ એક્ટિવ કેસની સંખ્યા સતત વધી રહી છે.
બીજી તરફ રાજ્યના આરોગ્ય વિભાગનું કહેવું છે કે, ચિંતા જેવું કંઈ નથી. છેલ્લા ર૪ કલાકમાં ગુજરાતમાં કોરોનાના નવા ૧૪ કેસ નોંધાયા છે. કોરોનાના નવા વેરિયેન્ટના ક્યા શહેર-જિલ્લામાં કેટલા કેસ આવ્યા તે વિશે રાજ્ય સરકારે ફોડ પાડ્યો નથી.
ગુજરાતમાં જેએન-૧ વેરિયેન્ટના અત્યાર સુધીમાં ૪૦ જેટલા કેસ આવ્યા છે. વધતા કેસ વચ્ચે અલગ અલગ વેરિયેન્ટ નવું સ્વરૃપ ધારણ ન કરે તે જોવાની જરૃર જણાઈ રહી છે. નવા જેએન-૧ ના રર દર્દી સાજા થયા છે અને ૧૪ દર્દીઓ હોમ આઈસોલેશન હેઠળ છે. અત્યારે જે પોઝિટિવ કેસ આવી રહ્યા છે તે દર્દીનું જીનોમ સિક્વન્સિંગ કરવામાં આવી રહ્યું છે.
ડિસેમ્બર મહિનાના ર૭ દિવસના અરસામાં રાજ્યમાં કુલ ૮૪ર૬ જેટલા કોરોનાના ટેસ્ટ કરવામાં આવ્યા છે. જે પૈકી ૯૯ કોરોના પોઝિટિવ નોંધાયા હતાં. સરકારી દાવા પ્રમાણે પોઝિટિવિટી રેટ ૦.૮૬ ટકા રહ્યો છે. ગુજરાતમાં મોટાભાગના દર્દી હોમ આઈસોલેટ છે. માત્ર બે દર્દી હોસ્પિટલમાં સારવાર હેઠળ છે. બે દિવસ પહેલા અમદાવાદમાં એક વૃદ્ધ દર્દીનું મોત નોંધાયું હતું. કોમોર્બિડિઝ એટલે કે ગંભીર રોગો ધરાવતા દર્દીઓને વિશેષ કાળજી રાખવાની સલાહ અપાઈ રહી છે. ગુજરાતમાં ૬૬ કોવિડ કેસ પૈકી અમદાવાદ શહેરમાં ૪૭, રાજકોટ શહેરમાં ૧૦, ગાંધીનગર શહેરમાં ૪ અને દાહોદ, ગીર સોમનાથ, કચ્છ, મોરબી અને સાબરકાંઠામાં એક એક કેસ એક્ટિવ છે.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial