Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
વાઈસ ચેરમેન પદે બળદેવસિંહ જાડેજા અને એમડી તરીકે ધરમસીભાઈ ચનિયારા નિમાયા
જામનગર ડિસ્ટ્રીક્ટ કો.ઓપ. બેંક લિ.ના ચેરમેન પદે જાણીતા વ્યાપારી, રઘુવંશી અગ્રણી એવા જીતુભાઈ લાલની વરણી કરવામાં આવી છે. જામનગરની ડિસ્ટ્રીક્ટ કો.ઓપ. બેંક લિ.ના હોદ્દેદારો માટે આજે સવારે ૧૧ વાગ્યે કલેક્ટર કચેરીમાં ચૂંટણી કાર્યક્રમ યોજાયો હતો. વર્તમાન હોદ્દેદારોની મુદ્ત મુજબની ટર્મ પૂર્ણ થતા નવા હોદ્દેદારો માટે આ ચૂંટણી યોજવામાં આવી હતી. આજે સવારે આયોજીત હોદ્દેદારોની વરણીના કાર્યક્રમમાં આજે ચેરમેન પદે જામનગરના લોહાણા સમાજના પ્રમુખ, જાણીતા અગ્રણી અને વ્યાપારી એવા જીતુભાઈ લાલની વરણી કરવામાં આવી છે, જ્યારે બેંકના વાઈસ ચેરમેન તરીકે બળદેવસિંહ જાડેજા અને એમ.ડી. તરીકે ધરમસીભાઈ ચનિયારાની વરણી કરવામાં આવી છે. આ ચૂંટણી કાર્યક્રમમાં રાજ્યના કેબિનેટ મંત્રી રાઘવજીભાઈ પટેલ અને મૂળુભાઈ બેરા, તથા માર્કેટ યાર્ડના ચેરમેન પ્રવિણસિંહ ઝાલા, અશોકભાઈ લાલ, પી.એસ. જાડેજા ઉપરાંત શહેરના આગેવાનોએ બેંકના ચેરમેન તરીકે વરણી પામેલા જીતુભાઈ લાલને શુભેચ્છા પાઠવી હતી.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial