Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
ચોથાનું એલસીબીએ નામ ઓકાવ્યુંઃ રૃપિયા સવા લાખ ઉપરાંતનો મુદ્દામાલ કબજે કરાયોઃ
જામનગર તા. ૨૯ઃ જામનગર જિલ્લા તથા અન્ય ગ્રામ્ય વિસ્તારોમાં દિવસ દરમિયાન ઘરફોડ ચોરીને અંજામ આપતી ગેંગના ત્રણ શખ્સને એલસીબીએ દબોચી લીધા છે. રૃા.૧ લાખ ૨૬,૨૫૦નો મુદ્દામાલ કબજે કરાયો છે. અન્ય એક શખ્સના સગડ દબાવાયા છે. આ શખ્સો ધાબળા વેચવા અથવા વાળ ખરીદવાના બહાને રેકી કરી દિવસ દરમિયાન જ મુખ્ય દરવાજાના નકુચા તોડી ચોરી કરે છે.
જામનગરની સ્થાનિક ગુનાશોધક શાખા દ્વારા ગઈકાલે કરવામાં આવી રહેલા પેટ્રોલિંગ દરમિયાન સ્ટાફના ધાનાભાઈ, વનરાજ મકવાણા, અરજણભાઈ, મયુદ્દીન સૈયદને બાતમી મળી હતી કે, દરેડ ગામ પાસેથી પસાર થતાં ત્રણ શખ્સ પાસે કેટલોક ચોરાઉ સામાન છે. તે બાતમીથી પીઆઈ જે.વી. ચૌધરીને વાકેફ કરાયા પછી પીએસઆઈ આર.કે. કરમટા, પી.એન. મોરીના વડપણ હેઠળ એલસીબીએ વોચ રાખી હતી.
તે દરમિયાન મોટર સાયકલ પર જઈ રહેલા ત્રણ શખ્સને રોકી લેવામાં આવ્યા હતા. જામનગરના દરેડમાં રહેતા ભરત ગંભીરભાઈ પરમાર, પાલીતાણાના અર્જુન ભગવાનજી વાઘેલા તથા મૂળ પાલીતાણાના હાલમાં દરેડમાં રહેતા રણજીત રામજી પરમાર ઉર્ફે બોડીયા નામના આ શખ્સોની તલાશી લેવાતા તેની પાસેથી ત્રણ મોબાઈલ, ચકરી પાનુ, ડીસમીસ, રૃા.૫૦,૫૦૦ રોકડા મળી આવ્યા હતા.
ઉપરોક્ત મુદ્દામાલ કબજે કરી પૂછપરછ કરાતા આ શખ્સોએ પોતાના સાગરિત ઠેબાના નરેશ મગન કારડીયા સાથે મળી જામનગર તાલુકા તેમજ લાલપુર, કાલાવડ અને દેવભૂમિ દ્વારકાના ભાણવડમાં દિવસ દરમિયાન ઘરફોડ ચોરી કર્યાનું કબૂલ્યું છે.
ત્રણેય શખ્સોને એલસીબી કચેરીએ ખસેડી પૂછપરછ ઘનિષ્ઠ બનાવાતા આ શખ્સો દિવસ દરમિયાન સુતરફેણી કે ધાબળા વેચવાના અથવા વાળ ખરીદવાના બહાને જે તે વિસ્તારોમાં આંટાફેરા કરી રેકી કર્યા પછી ચોરીને અંજામ આપતા હોવાનું કબૂલ્યું છે. ત્રણેય શખ્સની અટકાયત કરાઈ છે અને નરેશ કારડીયાના સગડ દબાવાયા છે. આરોપી પૈકીના ભરતે વર્ષ ૨૦૧૭માં જામનગર શહેરમાં પાંચ સ્થળે ચોરી કરવા ઉપરાંત ગયા વર્ષે પણ વધુ એક ચોરીને અંજામ આપ્યાનું કબૂલ્યું છે. તેની સામે ભાવનગરના સિહોર, સોનગઢ, ગારીયાધાર, જેસર, પાલીતાણા તેમજ પાળીયાદ, મુળી અને થાનગઢમાં અન્ય નવ ચોરી કર્યાની કબૂલાત આપી છે. જ્યારે રણજીત ઉર્ફે બોડીયાએ વર્ષ ૨૦૧૬થી અત્યાર સુધીમાં તળાજા, સિહોર, ઉમરાળા, પાલીતાણા, બોટાદ, ગારીયાધાર, જેસર, સોનગઢ, ભાડલા, થાનગઢ, મુળીમાં એકવીસ ચોરી કર્યાની કબૂલાત કરી છે. ભરત ગંભીરભાઈ સામે ચાલુ વર્ષમાં થાનગઢ પોલીસ સ્ટેશનમાં ચોરીની ત્રણ ફરિયાદ નોંધાયેલી છે. આ શખ્સોની ઘનિષ્ઠ પૂછપરછ કરવામાં આવી રહી છે. આ કાર્યવાહીમાં સ્ટાફના સંજયસિંહ વાળા, હરપાલસિંહ સોઢા, ભરત પટેલ, નાનજી પટેલ, દિલીપ તલાવડીયા, વનરાજ મકવાણા, ધાનાભાઈ મોરી, અરજણભાઈ કોડીયાતર, મયુદ્દીન સૈયદ, ક્રિપાલસિંહ જાડેજા, હરદીપ બારડ, મયુરસિંહ પરમાર, કલ્પેશ મૈયડ, ઋષિરાજસિંહ વાળા, હિતેન્દ્રસિંહ જાડેજા, ધર્મેન્દ્રસિંહ જાડેજા,કાસમ બ્લોચ, નિર્મળસિંહ જાડેજા, હરદીપ ધાધલ, કિશોર પરમાર, દયારામ ત્રિવેદી, ભારતીબેન ડાંગર, બિજલ બાલાસરા, ધર્મેન્દ્રસિંહ જાડેજા સાથે રહ્યા હતાં.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial